ઉના તાલુકાના જાખરવાડા ગામે રસ્તા ના અભાવે દર્દી ને ખાટલે નાખી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા મા આવે છે
ઉના તાલુકાના જાખરવાડા ગામે ઠેર ઠેર કાદવ કીચડ વાળા રસ્તા ઓ થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તાજેતરમાં જ એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં એક દર્દી ને દવાખાને લઇ જવા માટે 108 એમ્બ્યુલન્સ આવી પરંતુ રસ્તા ના અભાવે અડધો કિલોમીટર દૂર ઉભી રહેલ હતી ત્યારે દર્દી ના સગા સંબંધી ઓએ આ દર્દી ને ખાટલા માં નાખી ને એમ્બ્યુલન્સ સુધી પહોચાડેલ હતા
આ બાબતે જાખરવાડા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી નો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સરપંચ શ્રી નો સંપર્ક થય શકયો નહોતો ત્યારે સરપંચ શ્રી ના પતિ રામભાઇ ચારણીયા નો સંપર્ક થતાં તેઓ એ એવુ જણાવ્યુ હતુ કે આ દર્દી ના ઘર ની આસપાસ નો જે રસ્તો છે ત્યાં લોકો એ પેશકદમી કરી નાખી છે અને દુર નથી કરતા આવો જવાબ આપી સંતોષ માની લીધો હતો પરંતુ ગામતળ હોય સિમ તળ હોય કે પછી ગૌચરની જમીન હોય જેનુ જતન કરવા ની જવાબદારી સ્થાનિક પંચાયત ની અને એના મુખ્ય પદાધિકારી ની હોય છે પંચાયત અધિનિયમ કાયદો 1993 ની કલમ 105 મુજબ પેશકદમી કરતા લોકો ને નોટિસ આપી પેશકદમી દુર કરવા જણાવવા નુ હોય છે તેમ છતાં પેશકદમી ધારકો પેશકદમી દુર ના કરે તો સ્થાનિક પંચાયત દ્રારા તાલુકા વિકાસ અધિકારીશ્રી ને જાણ કરી પોલીસ બંદોબસ્ત સાથે પેશકદમી દુર કરવા ની થાય છે પરંતુ જાખરવાડા પંચાયત પદાધિકારી ઓના વાગતા લોકો એ જ પેશકદમી કરી હોય જેથી પંચાયત પદાધિકારી ઓ માત્ર જવાબ આપી સંતોષ માની રહ્યા છે ખરેખર કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવતી નથી જે રસ્તે થી જે દર્દી ને ખાટલે નાખી એમ્બ્યુલન્સ સુધી પહોચાડેલ એ રસ્તે ભુતકાળમાં એસ.ટી.બસ ચાલતી હતી એટલો સક્ષમ રસ્તો હતો પરંતુ સ્થાનિક પંચાયત ની બેદરકારી ગણો કે આંખ મિચામણા આ રસ્તે થતી પેશકદમી અટકાવી શકાય એમ હતી છતાં પેશકદમી થતી અટકાવવા મા ના આવી કે ના તો આવી પેશકદમી દુર કરવા ની કોઈ તસ્દી લીધી અને જનતા ને પારાવાર મુશ્કેલી નો ભોગ બનવું પડે છે અત્રે એ ઉલ્લેખનીય છે કે જાખરવાડા પંચાયત ના સરપંચ હાલ મહિલા હોય પરંતુ તમામ વહીવટ એમના પતિ કરતા હોય તો આમાં સરકાર ની મહિલા સશક્તિકરણ ની વાત નો પણ છેદ ઊડી ને આખે વળગે છે હવે જોવાનું એ છે કે આ રસ્તો સ્થાનિક પંચાયત દ્રારા ખુલ્લો કરાવવા મા આવસે કે જનતા હજુ મુશ્કેલી નો સામનો કરતી રહેસે. બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ