>
Sunday, July 20, 2025

ખેડવા જળાશય યોજના નજીકના ગામોને તાકીદ

ખેડવા જળાશય યોજના નજીકના ગામોને તાકીદ

 

 

ખેડવા જળાશય યોજના કોસંબી નદી ઉપર બાંધવામાં અવેલ છે. કોસંબી નદી ખેડબ્રહ્મા તાલુકાના પઢારા, બોરડી, ખેડવા, વાલરણ, લીલાવંટા વિગેરે ગામોથી પસાર થાય છે. ચોમાસા-૨૦૨૫ દરમ્યાન ખેડવા જળાશય યોજનામાં આર. એલ. ૨૫૮.૨૫ મીટર સુધી પાણી ભરવામાં આવનાર છે. આથી ડુબ વિસ્તારમાં આવતા ઉપરોકત ગામો સુધી પાણી ભરાશે તદઉપરાંત ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસમાં આવેલ બોરડી, વાલરણ, બારસોલ, ભુતીયા, નવાનાના, પેટા છાપરા, પરોયા, જગન્નાથપુરા, રોધરા, રુદ્રમાળા તથા ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં નદીમાં પુર આવવાની શક્યતા છે.

 

આથી ઉપરોકત ગામોના ડેમ વિસ્તારની નદી અને નદીકાંઠાના વિસ્તારમાં અવરજવર કરવી નહીં.તથા પોતાના ઢોર – ઢાંખરને પ્રવેશવા દેવા નહી તેમજ નદીના પાણીમાં પ્રવેશવું નહીં. આવા ગેરકાયદેસર પ્રવેશને કારણે અકસ્માત થવાની સંભાવના છે, જેની સંબંધીત વિસ્તારની જનતાએ નોંધ લેવા વિનંતી એમ કાર્યપાલક ઇજનેરશ્રી સાબરકાંઠા સિંચાઇ વિભાગ હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવેલ છે.

 

અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores