ઉના તાલુકાના દેલવાડા ગામે પંચાયત ની આવડત ની નમુનેદાર ખુબી …. જનતા વિચારે છે કે આ ગટર મા પાણી કયા થી ચડસે
ઉના તાલુકાના દેલવાડા ગામે સ્થાનિક પંચાયત દ્રારા દિવ દરવાજા બહાર એક વરસાદી પાણી ના નિકાલ માટે ગટર વ્યવસ્થા કરવામાં આવી છે હાલ આ ગટર બની એને ઘણો સમય પસાર થઈ ગયો છે છતાં જનતા ને એ નથી સમજાતું કે આ ગટર વ્યવસ્થા મા પાણી કયા રીતે વહેતા થસે જો આ ગટર વ્યવસ્થા વરસાદી પાણી કે ગામ ના ગંદા પાણીના નિકાલ કરવા માટે બનાવવામાં આવી છે તો રસ્તા ની સપાટી થી બે અઢી ફૂટ ઉંચી શા માટે બનાવેલ હસે બાકી આ ગટર ની આજુબાજુ કાદવ કીચડ જોવા મળી રહ્યો છે આ ગટર વ્યવસ્થા મા પાણી નિકાલ ના બદલે બારેમાસ ગંદુ પાણી ભરાઇ રહેતુ હોય જેથી આસપાસ ના રહિશો ત્રાહિમામ્ પોકારી ગયા છે રહી વાત વરસાદી પાણી ના નિકાલ માટે તો આટલી ઉંચાઈ એ વરસાદી પાણી નો કય રીતે નિકાલ થતો હસે આ ગટર વ્યવસ્થા જયા પુરી થાય છે ત્યાં આગળ સ્ટેટ હાઇવે રોડ છે અને એ રોડ ની ગટર પણ આ ગટર કરતા ઉંચાઇ પર હોય જેથી વરસાદી પાણી કે ગંદા પાણીના નિકાલ થવા નુ નથી આમ સ્થાનિક પંચાયત એ અણ આવડત એ નેવા ના પાણી મોભે ચડાવવા માટે પોતાની આવડત નુ પ્રદર્શન કરેલ હોય એવું જણાય આવે છે જ્યારે આ અંગે જનતા ના ખુન પરસેવા ના પૈસા નો બેફામ પણે વેડફાટ જોવા મળી રહ્યો છે લોકમુખે ચર્ચાતી વાતો મુજબ આ ગટર ને કારણે આજુબાજુ ના રહિશો ના આરોગ્ય પર ગંભીર અસર થવાની છે સાથે સાથે નજદીક મા આવેલા ઐતિહાસિક મિનારા ની મુલાકાત લેતા લોકો પર પણ આ ગટર વ્યવસ્થા ની ખરાબ અસર થવાની છે આ ગટર મા ભરાઇ રહેતા ગંદા પાણીના કારણે મેલેરિયા ડેન્ગ્યુ જેવા મચ્છર જન્ય રોગ પણ થવાની સંભાવના છે તો તંત્ર દ્વારા યોગ્ય કરવા મા આવે એવી માગણી લોકો દ્રારા થઈ રહી છે બ્યુરો રિપોર્ટ……. રમેશભાઇ વંશ ઉના