વડાલીમાં ધરોઈ રોડ પર આવેલ સ્મશાન ગૃહ ની હાલત જર્જરીત…
સ્મશાનમાં લગાવેલ શેડ ના પતરા ઉડી ગયા
વડાલીમાં સ્મશાન ગૃહમાં લગાવેલ પતરા ઉડી જતા ચાલુ વરસાદમાં મૃતદેહને જ્વલનશીલ પ્રવાહી થી બાળવાની નોબત આવી
ગતિશીલ ગુજરાત” અને “વાયબ્રન્ટ ગુજરાત”ના મોટા દાવાઓ કરતાં રાજ્યના તંત્રની બેદરકારીનો એક વધુ કરુણ દાખલો વડાલીમાં સામે આવ્યો છે. જ્યાં અંતિમ સંસ્કાર માટે આવેલા એક મૃતદેહને ભારે વરસાદ વચ્ચે ખૂલ્લામાં બાળવાની ફરજ પડી અને તે પણ જ્વલનશીલ પ્રવાહીનો ઉપયોગ કરીને. આ ઘટનાએ નગરપાલિકા અને રાજ્ય સરકાર બંનેની સંવેદનહિનતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
વડાલીના ધરોઈ રોડ પર આવેલા સ્મશાનગૃહની સ્થિતિ તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. હવામાન વિભાગની આગાહી છતાં, તંત્રએ સ્મશાનગૃહના જર્જરિત અને તૂટેલા પતરાંના શેડની મરામત કરવાની તસ્દી લીધી ન હતી. પરિણામે, જ્યારે એક મૃતદેહને અગ્નિદાહ આપવા માટે તેના સ્વજનો અને ડાઘુઓ પહોંચ્યા, ત્યારે તેમને ધોધમાર વરસાદમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યા.
વરસાદના પાણીથી ભીંજાયેલા લાકડાં સળગાવવામાં મુશ્કેલી પડતાં, મૃતદેહને પ્રજ્વલિત કરવા માટે જ્વલનશીલ પ્રવાહીનો ઉપયોગ કરવાની શરમજનક પરિસ્થિતિ ઉભી થઈ હતી.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા







Total Users : 162381
Views Today : 