શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ ખાતે નવીન સોનોગ્રાફી મશીન લોકાર્પણ અને ગેમર ભાભાની 26 પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 151 બોટલ રક્તદાતાઓએ કર્યું
સાબરકાંઠા જિલ્લાના સરહદે અને રાજસ્થાનની સરહદ પર આવેલ ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ખાતે મીની જસલોક તરીકે ઓળખાતી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ ખાતે નવીન સોનોગ્રાફી મશીન ના દાતા શ્રી ભૂદરદાસ સેવા નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ ના માનનીય ટ્રસ્ટી શૈલેષભાઈ એમ પટેલ તરફથી રૂપિયા 20 લાખનું મળેલ જેનું લોકાર્પણ પાવનધામ આશ્રમ વડાલી કંપા ના ગાદીપતિ શ્રી સંત શ્રી ચંદુરામ બાપા અને નીલકંઠ મહાદેવ લક્ષ્મીપુરા ના સંત શ્રી સોહમ પુરી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પાવનધામ ટ્રસ્ટના પ્રમુખશ્રી જયંતીભાઈ માકાણી ઉપસ્થિત રહી અને તેમના સંબોધનમાં લક્ષ્મીપુરા હોસ્પિટલની સેવા ને બિરદાવી હતી અને પાવનધામ ટ્રસ્ટ દ્વારા અતિશય સખત ગરમીમાં રાહત આપવા માટે ટ્રસ્ટ દ્વારા ચાર કુલર આપવાની જાહેરાત કરી હતી 
આ સાથે શેઠ કે એલ હોસ્પિટલના આધ્ય સ્થાપક શ્રી ગેમરભાઈ બેચરભાઈ પટેલની 26 મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર યુવા પ્રેરણા સુરક્ષા અને શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ ના અરવલ્લી યુવા સંઘ અને આજુબાજુના ગામ કંપા ના ગ્રામજનો દ્વારા ખૂબ જ ગરમી એવી 40 ડિગ્રી
ઉપરાંત વચ્ચે 151 રક્તદાતાઓ એ રક્6ત આપી ખૂબ જ પ્રેરણાદાયિક કામગીરી કરેલ હતી
રક્તદાન તેમજ સોનાગ્રાફી લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન પ્રમુખ શ્રી વસંત એ ધોળું કરેલ સાથે હોસ્પિટલની કામગીરી ની માહિતી આપી હતી બંને સંતો દ્વારા હોસ્પિટલની કામગીરીની સુવાસ ગુજરાત તેમજ અન્ય રાજ્યમાં પણ રહેલ છે તેમજ તેમના દ્વારા તમામ રક્તદાતાઓ ટ્રસ્ટીઓ અને દાતાઓ તેમજ કર્મચારી ગણ ને આર્શીવાદ પાઠવેલ હતા આ પ્રસંગે ચંદુભાઈ મનજીભાઈ માકાણી અને સતિષભાઈ જેઠાભાઈ માકાણી કુબાધરોલ કંપા અને કેળવણી મંડળના પ્રમુખશ્રી મણીભાઈ રૂડાણી ત્રણે દ્વારા 11,000 નું દાન તિથિ નિમિત્તે આપેલો હતો આ પ્રસંગે રક્તદાન માટે યુવા પ્રેરણા સુરક્ષાના પ્રમુખશ્રી શાંતિભાઈ ભગત અને ઉપપ્રમુખ રસમીકાંત પોકાર વિનોદભાઈ રામાણી અને મંત્રી સંજય પોકાર તેમજ અરવલ્લી યુવા પ્રમુખશ્રી સચિન છાભૈયા કિરીટ પોકાર અને મંત્રી છબીલ રામજીયાણી સાથે તમામ રક્તદાતા ભાઈ બહેનોનો હોસ્પિટલના ટ્રસ્ટીગણે આભાર વ્યક્ત કરેલ હતો સમગ્ર કાર્યક્રમનો સંચાલન યુવાન ઉત્સાહી બિપિન પટેલ દ્વારા સાથે હોસ્પિટલના સભ્ય અને જીપીએમસીના રિપોર્ટર દિનેશ પી પટેલે કરી અને સવારના આઠથી બપોરના એક વાગ્યા સુધી ગરમીમાં રક્તદાન કરેલ ને બિરદાવેલ હતા. આભાર વિધિ કમિટી સભ્ય શ્રી વી જે પટેલ દ્વારા કરવામાં આવી હતી તેમજ તમામ રક્તદાતાઓ અને સમગ્ર હોસ્પિટલમાં રહેલ દર્દીઓને તેમના સંબંધોને ભોજન પીરસવામાં આવ્યુ હતું
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 