>
Wednesday, April 29, 2026

કચ્છ કડવા પાટીદાર સમાજ ના આગેવાન ભાઈઓ અને બહેનોએ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક સુરેશભાઈ સોની ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કચ્છ કડવા પાટીદાર સમાજ ના આગેવાન ભાઈઓ અને બહેનોએ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક સુરેશભાઈ સોની ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

 

સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક શ્રી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ સોની પદ્મશ્રીને શ્રદ્ધાંજલિ સંદેશ રૂબરૂ પાઠવતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ આગેવાન ભાઈ બહેનો

સાબરકાંઠા હિંમતનગર શામળાજી હાઇવે પર રાજેન્દ્ર નગર ચોકડી પાસે આવેલ સેવા પરમો ધર્મ ના નામે ભવ્યાતી ભવ્ય અને દેશ વિદેશમાં ખ્યાતિ મેળવનાર સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અને ગાંધીવાદી વિચારક શ્રી સુરેશભાઈ હરિલાલ સોની નું દુઃખદ અવસાન તારીખ 23 4 26 ના રોજ થવાથી આજ રોજ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર ચાર તાલુકા અગ્રણીઓમાં મંત્રી શ્રી દિનેશ પી પટેલ પૂર્વ ઉપપ્રમુખ અને સાબરકાંઠા બેંકના ડિરેક્ટર શ્રી અરવિંદ કાકા કારોબારી સભ્યશ્રીઓ નંદલાલ પટેલ અને મણીભાઈ તેમજ ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના મંત્રી શ્રી અરવિંદ પટેલ સાથે મહિલાઓ શ્રીમતી સુશીલાબેન પટેલ નિર્મળાબેન પટેલ અને ચંદ્રિકા પટેલ સાથે રાજેન્દ્રનગર રૂબરૂ જઈ સ્વર્ગસ્થ શ્રી સુરેશભાઈ સોની ના ધર્મપત્ની શ્રીમતી ઇન્દિરાબેન સોની અને સુપુત્ર દીપકભાઈ સોની સાથે શ્રી સુભાષભાઈ સાથે આ વિસ્તારમાં દરિદ્ર નારાયણની અને કુષ્ઠ રોગીઓની સાથે મંદબુદ્ધિઓના ભાઈ બહેનો અંદાજે 1000 ઉપરાંત આ સંસ્થામાં વિવિધ પ્રકારની સેવાનો લાભ લઇ રહેલ છે તેમજ જેવો તૈયાર થયેલ હોય તેઓને આત્મ નિર્ભર થવા માટે વિવિધ કામગીરીઓ કરી રહેલ છે જેનું આપ સૌ સૌ નિહાળી રહેલ છો આ તબક્કે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા અને શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરા પ્રમુખશ્રી વસંતલાલ એ પટેલ અને ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા શ્રદ્ધાંજલિ શોક સંદેશ રૂબરૂ પાઠવેલ હતો અને સંસ્થાની મુલાકાત લઈ વિવિધ પ્રકલ્પો દરમિયાન દર્દીઓની મુલાકાત કરી જે કામગીરી ચાલી રહેલ તેને બિરદાવી હતી અને સૌ ભાવવિભોર થઈ સૌને આ સાબરકાંઠા અને અરવલ્લીના સરહદે આવેલ અચૂક પરિવાર સાથે સંસ્થાની મુલાકાત લેવા નમ્ર અરજ કરીએ છીએ

 

બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores