આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે શ્રમિક સંમેલન યોજાયું
પોશીના તાલુકામાં કાર્યરત મજૂર અધિકાર સંગઠન દ્વારા તાલુકાના મજૂરો, ભાગિયા મજૂરો, આદિવાસી અને ગરીબ ખેડૂત પરિવારોના હક અને મૂળભૂત સુવિધાઓ સંબંધિત પ્રશ્નોને ધ્યાનમાં રાખી સંગઠન દ્રારા રેલી નીકળી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને પોશીના મામલતદારશ્રી મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે પોશીના વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓનો પૂરતો લાભ ગરીબ અને મજૂર વર્ગ સુધી પહોંચી રહ્યો નથી. જેના કારણે રોજગાર, આવક, ઓળખ દસ્તાવેજો અને જમીન સંબંધિત અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે.
મુખ્ય માંગણીઓ
જમીનના તમામ વાસ્તવિક વારસદારોને કાયદેસર વારસાઈ હકપત્ર (હક દાખલો) આપવામાં આવે.
‘નલથી જલ’ યોજના ગામોમાં નિયમિત અને સુચારુ રીતે અમલમાં મૂકવામાં આવે.
જન્મ પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા સરળ અને ઝડપથી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. 4. ભાગિયા મજૂરોને કાયદેસર યોગ્ય ભાગ (હિસ્સો) આપવામાં આવે, વધારાની કપાત પર રોક લગાવવામાં

આવે અને ભાગ ખેતી માટે સ્પષ્ટ કાયદો બનાવવામાં આવે
ખેડૂત મજૂરો માટે દૈનિક ન્યૂનતમ મજૂરી રૂ. 500 પ્રતિ દિવસ નક્કી કરવામાં આવે.
સંગઠન નાં પ્રમુખશ્રી તેમાભાઈ એતરીબેન અને વેલજીભાઈ રૂપાભાઇ સાથેજ અન્ય સભ્યો દ્વારા મોટી સંખ્યા માં રેલી માં જોડાઈ ઉપરોક્ત મુદ્દાઓ ગરીબ અને મજૂર વર્ગના જીવન સાથે સીધા જોડાયેલા છે. તેથી સરકાર દ્વારા યોગ્ય તપાસ કરીને તાત્કાલિક ન્યાયપૂર્ણ નિર્ણય લેવો જરૂરી છે. આ આવેદનપત્ર પોશીના મામલતદારશ્રીને સોંપવામાં આવ્યું છે અને રાજ્ય સરકાર સુધી તાત્કાલિક રજૂઆત પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 