એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા દસેક મહીનાથી નાસતા ફરતા આરોપીને હિંમતનગર બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો..
તા.૦૨/૦૫/૨૦૨૬ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા ડી સ્ટાફ ના માણસો પેટ્રોલીંગમા હતા અને હિમતનગર મહેતાપુરા પાસે આવતા અ.હે.કો રાકેશકુમાર વિનુભાઇ તથા આ.પો.કો.અભિષેક મહીજીભાઈ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ બી એન.ડી.પી.એસ.એક્ટની કલમ-૮(સી),૨૦ (બી),૨૯ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મોહન હમીરા ખેર રહે.સોનરપ તા.કોટડા જી.ઉદેપુર (રાજસ્થાન) વાળો હાલ હિંમતનગર મહેતાપુરા જકાતનાકા પાસે ઉભો છે.જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ જતા આ ઇસમ ઉભો હોય જેને કોર્ડન કરી પકડી પાડી હિંમતનગર બી ડીવીઝન પોલીસના એન.ડી.પી.એસ.ના ગુન્હામા છેલ્લા દસેક મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા


