>
Saturday, May 9, 2026

પ્રભુચરણ આશ્રમ, કવાડિયા હળવદ મુકામે ત્રિ દિવસીય શ્રી મનોહર હનુમંત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પ્રભુચરણ આશ્રમ, કવાડિયા હળવદ મુકામે ત્રિ દિવસીય શ્રી મનોહર હનુમંત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

 

તારીખ 7 8 9 મે 2026 ગુરૂવાર શુક્રવાર

શનિવારના રોજ શ્રી મનોહર હનુમંત મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રભુચરણ આશ્રમ, હળવદ મુકામે યોજાયો. જેમાં મુખ્ય યજમાનના દાતાશ્રી મશરૂભાઈ દાજીભાઈ રાજપુત દ્વારા 1,51,111 આપવામાં આવેલ એ દિવસે સાંજે શ્રી ચિત્રાંગભાઈ ઠાકર દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે પ્રથમ સત્રમાં હનુમાન ચાલીસા કથા મંત્ર પ્રકાશદાસજી સ્વામીના શ્રીમુખેથી કરવામાં આવેલ. બીજા સત્રમાં સામાજિક સભા મંદિર માટે ઉછામણી તથા દાતાશ્રીઓનું સન્માન કચ્છ યુનિવર્સિટી ભુજ ના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ તથા હળવદના વડીલ શ્રી ખેતી બાપા તથા ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્ટીશ્રીના સાનિધ્યમાં કરવામાં આવેલ.. મહા આરતી કરી અને ડીજેના સથવારે શ્રી મનોહર હનુમંત દાદાની મૂર્તિને નગર યાત્રા કરવામાં આવી હતી. ત્યારબાદ ધર્મ સભા યોજાઈ હતી જેમાં હળવદના ભક્તિનંદન સ્વામી, સદગુરુ શાસ્ત્રી સત્યપ્રકાશ દાસ સ્વામી, નારાયણ સ્વામી, રાજકોટના કથાકારશ્રી મુકુંદ મહારાજ, નર્મદાથી પધારેલ મહંત સ્વામી, શ્રી કૃપાલાનંદ સરસ્વતી, શ્રી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ મહંતશ્રી શ્યામ સેવક દાસજી મહારાજ, મહાવીર દાસજી સ્વામી, નકલંગ આશ્રમના દલસુખ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મનોહર હનુમંત મંદિરને ખુલ્લુ મુકવા રૂપિયા 11,11,111 શ્રી નિશાબેન મનીષભાઈ ભાવાણી ઘાટકોપર મુંબઈ તરફથી આપવામાં આવેલ. 5,55,55 પટેલ ટિમ્બર સ્વર્ગસ્થ મનજી નારાયણ નાકરાણી તરફથી આપવામાં આવેલ. 3,51,11 શ્રી અનિલભાઈ ધનજીભાઈ ગાંભુવા મોરબી, 3,11,000 મહાલક્ષ્મી ઇનફાસ્ટ્રક્ચર અમદાવાદ, 2,51,000 મુકુંદભાઈ નારણભાઈ એડવોકેટ, તમામ દાતાઓનું મહંત શ્રી પ્રભુચરણદાસજી મહારાજે સન્માન કરેલ. કાર્યક્રમનું સુંદર સંચાલન મોરબીના ડોક્ટર જેતપરીયા ભાવનગરના વિનુભાઈ ગઢવી અને વડાલીના શ્રી નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું

 

બ્યુરો રીપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores