હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજ રોજ સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…
“વૃક્ષારોપણ એ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય સર્જવાનો સંકલ્પ છે.” 🌱🌳

હિન્દુ હૃદય સમ્રાટ માનનીય ડૉ પ્રવીણભાઈ તોગડિયાજીના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ની સ્થાપના કરી જેને આજે ૮ વર્ષ પૂર્ણ કરી ૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે , હિન્દુત્વ અને સમાજની સેવા અને સમર્પણ સફળ કારકિર્દી બાદ નવમા વર્ષની ઉજવણી નિમિત્તે આજે સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને “એક વૃક્ષ – એક જીવન” ના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષો માત્ર પ્રકૃતિની શોભા નથી, પરંતુ માનવ જીવનના શ્વાસ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના આધારસ્તંભ છે. સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની જાળવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
આ કાર્યક્રમ દરમિયાન સરકારી પોલીટેકનિક કોલેજના પ્રિન્સીપાલ, સ્ટાફ શિક્ષકો, વોર્ડ નંબર ૪ ના કોર્પોરેટર શ્રી ગોવિંદસિંહ ઠાકોર, ઉત્તર ગુજરાત પ્રાંત મહામંત્રી જયંતીભાઈ પટેલ, રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા ઉપાધ્યક્ષ જગતસિંહ પરમાર, વ્યાપાર પરિષદ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ માલવિયા, હિન્દુ હેલ્પ લાઇન જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ સોનગરા, રાષ્ટ્રીય બજરંગ દળ તાલુકા મંત્રી શૈલેષગિરી ગોસ્વામી, રમોસ ગામના તાલુકા પદાધિકારી નીરવભાઈ શર્મા, છાત્ર પરિષદના યશભાઈ દોશી તથા યક્ષભાઈ બ્રહ્મભટ્ટ, એએચપી શહેર પ્રમુખ સુનિલભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા…
રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા
મો.8780638478


