વિશ્વ યોગ દિવસની ઉજવણી મોડર્ન હાઇસ્કૂલ ખાતે કરાઈ
વડાલીની શ્રી બી.જી શાસ્ત્રી (મોર્ડન) હાઈસ્કૂલમાં 12 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
વડાલી, તા. ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોડર્ન હાઇસ્કૂલ ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ ઉત્સાહભેર જોડાયા હતા.

કાર્યક્રમની શરૂઆત યોગના મહત્વ વિશે માહિતી આપીને કરવામાં આવી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો.

હાઈ સ્કૂલના શિક્ષક શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના યોગાસન તેમજ પ્રાણાયામ કરાવ્યા હતા
શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે નિયમિત યોગ કરવાથી શરીર નિરોગી રહે છે તેમજ માનસિક તણાવમાં ઘટાડો થાય છે. તેમણે વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં યોગને અપનાવવાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વસ્થ જીવનશૈલી માટે નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


