ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા એ ખેડબ્રહ્મામા માં અંબિકા ના દર્શન કરી શીશ નમાવીને આશીર્વાદ લીધા
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ સાબરકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન ખેડબ્રહ્મા ખાતે બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી અંબિકા માતાજીના મંદિરે પહોંચીને ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. તેમણે માતાજીના ચરણોમાં શીશ નમાવીને ગુજરાતની જનતાની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
શિક્ષણ મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમનું પરંપરાગત શાલ ઓઢાડીને અને માતાજીની છબી ભેટ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે મંત્રીશ્રીએ માતાજીની આરતીનો લાભ લીધો હતો અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


