બનાસકાંઠાના માનપુરિયા ખાતે સામુહિક શ્રમદાન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા જિલ્લામા રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાકીય સહાયથી રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ દ્વારા જળવાયુ પરિવર્તનને ધ્યાનમા રાખીને ગ્રામ વિકાસ પ્રવુતિ હાથ ધરવામાં આવી રહી છે જેમાં અમીરગઢ,દાંતા અને હડાદ તાલુકા 90 જેટલાં ગામોમા પર્યાવરણને ધ્યાનમા રાખીને ગ્રામ વિકાસ થકી આત્મનિર્ભર ગ્રામ પંચાયત કાર્યક્રમને વેગ આપવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે..

ઉપરોકત પરીયોજના અનુંસંધાને સામાજિક વન વિભાગ સાથે જોડાણ કરીને વરસાદી માહોલને ધ્યાનમા રાખીને પ્રોજેક્ટ કાર્યવિસ્તારના ગામોમાં પર્યાવરણ પ્રત્યે સંવેદના સાથે લોકભાગીદારી થકી સામુંહિક વુક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામા આવ્યો, જેમા અમીરગઢ તાલુકાના માનપુરિયા ગ્રામ પંચાયત તથા ગ્રામ વિકાસ કમિટીની સક્રિયતા દાખવી ગામના તમામ સમુદાયના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાઈને સામુહિક શ્રમદાન થકી ચામુંડા માતાજી મંદિર તથા મહાકાળી માતાજી મંદિરમા એક હજાર કરતા પણ વધારે રોપાનું વાવેતર કરવામાં આવ્યું.
સામુહિક વૃક્ષારોપણ કાર્યક્રમ તારીખ 10 જુલાઈના રોજ સામાજિક વન વિભાગ અમીરગઢ આર.એફ.ઓ શ્રી મહિન્દ્રસિંહ વાઘેલા તથા રિલાયન્સ ફાઉન્ડેશન અને રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિનો અને ગ્રામ પંચાયત માનપુરિયાનો નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો,
પ્રસ્તુત સામુહિક વુક્ષારોપણ કાર્યક્રમમા માનપુરિયા ગામના યુવાનો, સક્રિય આગેવાનો,મહિલાઓ દ્વારા સામુંહિક શ્રમદાન કરીને એક હજાર જેટલાં રોપાને ચામુંડા માતાજીના ડુંગર પર તથા મહાકાળી માતાજીના પટાગણમા ખાડા કરીને વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું,ગામના સક્રિય યુવાનો દ્વારા તેનો ઉછેર કરવાની ખાત્રી આપવામાં આવી છે.
કાર્યક્રમમા ઉપસ્થિત મહેન્દ્ર સિંહ વાઘેલા દ્વારા માનપુરિયા ગામના લોકો શ્રમદાન દ્વારા વાવેતર કરેલ રોપાની ફક્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વાવેતર પૂરતા નહિ પણ તેની માવજત તથા ઉછેર કરવાની આપેક્ષા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ, ગ્રામ વિકાસ કમિટી માનપુરિયા તથા ગ્રામ પંચાયત માનપુરિયાનો નોંધપાત્ર પ્રયત્ન રહ્યો હતો..
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9998340891


