>
Friday, July 10, 2026

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયુ

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયુ

 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર શહેરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત છે. ગુણવત્તાયુક્ત માર્ગો શહેરના વિકાસ અને નાગરિકોની સરળ અવરજવર માટે મહત્વપૂર્ણ છે. આ વિકાસકાર્યો પૂર્ણ થયા બાદ શહેરના લોકોને વધુ સુવિધા મળશે તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે.

આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અરૂણાબેન કડીયા, અગ્રણી શ્રી કનુભાઇ પટેલ, શ્રી જે.ડી. પટેલ, ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ, શ્રી બીપીન ઓઝા , ચીફ ઓફિસર શ્રી ગઢવી, શ્રી કરણસિંહજી, શ્રી સુર્યવંશસિંહજી તેમજ નગરપાલિકાના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores