ખેડબ્રહ્મા પોલીસે બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો…
ખેડબ્રહ્મા પોલીસે ઘરફોડ ચોડીના અને અન ડિટેક્ટ ગુના ને ડિટેક્ટ કરી સોના ચાંદીના દાગીના સાથે 5. 72 લાખ ના મુદ્દા માલ સાથે આરોપીને પકડી પાડ્યો
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી વી હડાત તથા કે વી વહોનીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સહિતા- 2023 ની કલમ 331 (3) 305 (એ) 54 મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દા માલ આરોપીઓ વેચવાની ફિરાકમાં હતા જે બાબતે અ.પો.કો. વિનોદભાઈ મેવાભાઈ ને બાતમી ના આધારે મહિલા મળી આવતા મહિલાને રોકી તેનું નામ અને સરનામું પૂછતા પોતાનું નામ કાજલબેન વા/ઓ વિજયનાથ ઠાકોર નાથ જાતે. મદારી ઉંમર વર્ષ. 30 રહે ઇન્દિરા નગર કચરાપેટીની પાછળ ખેડબ્રહ્મા તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા હોવાનું જણાવેલ.
જેથી કાજલબેનના હાથમાં રહેલ થેલીમાં જોતા સોના ચાંદી જેવી ધાતુના દાગીના હોય જેથી મહિલા કાજલબેન ની પૂછપરછ કરતા દાગીના આજથી આશરે ત્રણેક મહિના અગાઉ ખેડબ્રહ્મા ટાઉનવિસ્તાર સિવિલ રોડ જજ બંગલાની સામે દેવી નગર સોસાયટીના બંધ મકાનમાંથી પોતે તથા અન્ય આરોપીઓએ મળીને ચોરી કરેલા ની કબુલાત કરતા તે તમામ આરોપીઓને ગુનાના કામે મુદ્દા માલ સાથે પકડી પાડી કુલ મુદ્દા માલ 5 લાખ 72, 370 નો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
આમ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા કુલ 5 લાખ 72,370 નો મુદ્દા માલ કબજે કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી.
બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


