ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાબરકાંઠા દ્વારા આયોજિત કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે ભવ્ય યોજાયો
કૃષિ લક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાબરકાંઠા જિલ્લા દ્વારા આયોજિત કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન આજરોજ ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે સાબરકાંઠાના લોકસભાના સંસદ શ્રીમતી શોભનાબેન બારીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો અને આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી શ્રીમતી રમીલાબેન બારા સાંસદ શ્રી રાજ્યસભા સાબરકાંઠા ઉપસ્થિત રહ્યા હતા 
આજના કાર્યક્રમમાં નાયબ ખેતી નિયામક શ્રી તાલીમ શ્રી કે જે દેસાઈ સાહેબે સ્વાદિષ્ટ સ્વાગત કરેલ હતું અને ખેડૂતોના પ્રાકૃતિક ખેતી નું અનુભવ શ્રી રાજેશભાઈ પ્રજાપતિ ભાવપુર અને શ્રીમતી દહે દા બેન ભગોરા આતરસુંબા અને સોલ વિયા બકાભાઇ પઢારા એ પોતાના અનુભવો રજૂ કરેલ હતા અને પ્રાકૃતિક કૃષિ પેદાશ ઉત્પાદન અને બજાર વ્યવસ્થા અંગે કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ના એ માર્ગદર્શન આપ્યું હતું તેમ જ કૃષિ પોલિટેકનિક કોલેજ દ્વારા પ્રાકૃતિક કૃષિ અને ખેડૂત ઉપયોગી માર્ગદર્શન આપેલો હતો આજના પ્રસંગે ખેડૂત તાલીમ કેન્દ્રમાં દ્વારા મેળા પૂર્વ યોજાયેલ હરીફાઈઓના વિજેતા ખેડૂતોને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું આજના પ્રસંગે રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને લાભો વિશે આંકડા સહ માહિતી આપી હતી
અને તમામ ઉપસ્થિત ખેડૂતોનો આભાર વ્યક્ત કરેલ અધ્યક્ષ સ્થાને લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી કરવા અંગે માર્ગદર્શન અને ભલામણ કરેલ હતી. આભાર દર્શન જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ભાવેશ જોશી એ કર્યું હતું
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 169036
Views Today : 