રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં મોટા વાહનોમાં ખોટી બિલ્ટીઓ બનાવી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને દારૂ ભરેલી ટ્રક ગાડી જેમાં વિદેશી દારૂની પેટી નંગ-૪૭૧ બોટલ નંગ-૭૨૭૨ કિ.રૂ.૬૮,૭૭,૦૨૦/- સાથે મળી કુલ કિં. રૂ.૮૮,૮૨,૦૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
ઉપરોકત ટીમના માણસો તા.૨૫/૦૨/૨૦૨૬ નારોજ ગાંભોઈ પો.સ્ટે. વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં હતા દરમ્યાન ગાંભોઇ ખાતે આવતાં પો.ઇન્સ.શ્રી ડી.સી.સાકરીયા તથા અ.હે.કો. અમરતભાઈ નાઓને સંયુકત રીતે મળેલ બાતમી મળેલ કે ‘એક ટ્રક નંબર-RJ-37-GA-2751 ની માં કેબલ વાયરના રોલના ખાના બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી શામળાજી તરફથી આવે છે અને અમદાવાદ તરફ જનાર છે’ જે આધારે બાતમી આધારે શામળાજી અમદાવાદ હાઇવે રોડ ઉપર ગાભોઇ ગામની સીમમાં રણાસણ ત્રણ રસ્તાથી પુર્વે આશરે સો મીટર દુર શામળાજી તરફ હાઇવે રોડ ઉપર નાકાબંધીમાં હતા દરમ્યાન બાતમી મુજબની ટ્રક આવતાં તેને રોકી ટ્રકના ચાલકનું નામઠામ પુછી ગાડીમાં ભરેલ સામાન વિશે પુછતાં ગાડીમાં કેબલના રોલ ભરેલ હોવાનુ જણાવી બીલ્ટી બતાવતાં ટ્રકમાં ચેક કરતાં કેબલના ૦૩ રોલ બોડી સાથે ફીટ કરેલ છે. જે ત્રણેય ચેલના ઉપરના ભાગે એલ એન્ડ કી બોલ્ટ લગાડેલ હોય જે બોલ્ટ પાનાથી ખોલી જોતાં ઉપર કીટ કરેલ લાકડાના પાટીયા પૈકી નાનો દરવાજો અલગ થઇ ગયેલ જેની નીચે કાળી પાઈપો ફીટ કરેલ હોય જે લાકડાના દરવાજા જેટલી કાપેલ હોય જે ખોલી જોતાં અંદર પતરાનો ટુકડો મુકેલ હોય
જે હટાવી અંદર જોતાં ભારતીય બનાવટની ઈગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટીઓ ભરેલ હોઈ વિદેશી દારૂ વહન કરવા અંગેનુ પાસપરમીટ માગતાં જે તેની પાસે ન હોઇ મળી આવેલ દારૂ વિગેરે મળી કુલ કિ.રૂ.૮૮,૮૨,૦૨૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુ.૨. નં.૧૧૨૦૯૦૧૪૨૦૧૪૪/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫(એ)(ઈ), ૮૧,૮૩ તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની ક.૩૩૬(૨), (૩), ૩૩૮, ૩૪૦(૨) મુજબનો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) પાંચારામ સ/ઓ ખેતારામ પરભુરામ ગોદારા (જાટ) ઉ.વ.૩૦ રહે.હિન્દુઆનીયો કી ધાણી, રામદેવ મંદિર, (ચાડાર) તા. રામસર જી. બાડમેર (રાજસ્થાન)
પકડવાના બાકી આરોપીઓ
(૨) મહેશ ચૌધરી રહે.ઈસરોલ તા.ચૌટાન જી. બાડમેર (રાજસ્થાન) હાલ રહે. બાડમેર શહેર નામનો માણસ જેનુ પુરૂ નામ સરનામું મળી આવેલ નથી (ટ્રક નંબર-RJ-37-GA-2751 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આપનાર)
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા
મો.8780638478




Total Users : 1
Views Today : 