થેરાસણામાં રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ:
40 કિશોરીઓને રસી અપાઈ
ગર્ભાશયના મુખના કેન્સર સામે સુરક્ષા આપવાના ઉદ્દેશ સાથે આજે વડાલી તાલુકાના થેરાસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડૉ. મનીષભાઈ નાયક તથા આયુષ મેડિકલ ઓફિસરની હાજરીમાં કિશોરીઓને રસી આપવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રના MPHS, FHW અને MPHW સ્ટાફના સંયુક્ત સહયોગથી રસીકરણની કામગીરી સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

અભિયાનના પ્રથમ દિવસે જ ગામની અંદાજે 40 કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી HPV રસી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે આ રસીકરણ અત્યંત જરૂરી અને અસરકારક છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


