વડાલી ના હાથરવા ખાતે સંત શ્રી રતન બા રામપુરી દાદા ની ટેકરી ની પુણ્યતિથિ તેમજ યજ્ઞ નું આયોજન કરાયું
પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી રતનબા રામપુરી દાદા ટેકરી ની પુણ્યતિથિ તેમજ ફોટો તેમજ પાદુકાની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ હાથરવા ખાતે ભવ્ય શોભાયાત્રા હાથરવા કંપા થી નીકળી યજ્ઞ યોજાયો 
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના હાથરવા ગામની પવિત્ર અને પાવનકારી ભૂમિમાં શક્તિ સ્વરૂપા પ્રાતઃ સ્મરણીય બ્રહ્મનિષ્ઠ વંદનીય સંત શ્રી રતનબા રામપુરી દાદાની ટેકરી વાળા 14 માર્ચ 2025 ના બ્રહ્મલીન થયેલ જેના અનુસંધાને આજરોજ હાથરવા ગામ ખાતે બ્રહ્મલી રતનબાના ગુરુ રામ પૂરી દાદા ના સાનિધ્યમાં બે દિવસીય ફોટો તેમજ પાદુકાની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા હાથરવા કંપાના તુલસીભાઈ મણીભાઈ ભોજાણી ના ઘેરથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે ડીજેના તાલ સાથે આનંદ મંગલ સાથે નીકળેલ હતી
આ પ્રસંગે યજ્ઞ આચાર્ય શ્રી શાસ્ત્રી પરેશભાઈ દ્વારા પાદુકાની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ નું ભવ્ય આયોજન કરેલ છે આ પ્રસંગે તારીખ 4 માર્ચ પાંચ માર્ચ અને 6 માર્ચ ના રોજ જુદા જુદા કાર્યક્રમો સત્સંગ ભજન કરવામાં આવેલ અને જેના ભોજન પ્રસાદના દાતા વિમળાબા મુલચંદ શાહ હસ્તે દક્ષાબેન જીતુભાઈ શાહ વિમુલ ફાર્મ અમદાવાદ તરફથી આપવામાં આવેલ હતું રામપુરી દાદાના મંદિરના મુખ્ય દાતા સ્વર્ગસ્થ ઓળખી બેન લખાભાઈ તરફથી રૂપિયા 1,51, 11 1 આપવામાં આવેલ હતા ખૂબ મોટું દાન હાથરવા ગામ અને દાતાઓ તરફથી મળેલ હતું અને આ વિસ્તારમાં એક રમણીય મંદિર થવાથી આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ આનંદ વ્યાપેલ હતો. આજના પ્રસંગે પૂજ્ય પંકજ દાસજી મહારાજ અને મણીરામજી મહારાજ ખેડબ્રામા વાળા તેમજ મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજ ના આગેવાનો કાર્યકર્તાઓ અને સાથે કડવા પાટીદાર સમાજ ના કાર્યકરો
સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેલા હતા એ સાથે સમગ્ર હાથરવા ગામના તમામ પ્રજાજનો જોડાઈ જાણે સમરસતા નું વાતાવરણ સર્જાયેલ હતું
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


