>
Sunday, March 8, 2026

ઈડર-વડાલી હાઈવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો 

ઈડર-વડાલી હાઈવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

 

અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા

 

સાબરકાંઠા જિલ્લાના ઈડર-વડાલી હાઈવે પર રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ ઈડર-વડાલી હાઈવે પર જેતપુર પાટિયા અને રામપુર ચોકડી વચ્ચે બે બાઈક આમને-સામને અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

 

108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે ઇજાગ્રસ્તોની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

આ સમગ્ર બનાવ અંગે વડાલી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores