>
Monday, March 9, 2026

પોશીના ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ 

પોશીના ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

 

કોટડા આદિવાસી સંસ્થાન દ્વારા પોશીના ખાતે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સમાનતા,મહિલાઓના અધિકાર, સશક્તિકરણ અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન સામાજિક કાર્યકર સુશીલા બેનએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં મહિલાઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણ માટે આંતરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે પોશીના વિસ્તારમાં મહિલાઓને યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે.

યુવા સરપંચ સોનલ બેનએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણા વિસ્તારમાં મહિલાઓએ એકત્રિત થઈ સંગઠિત બનવાની ખૂબ જરૂર છે. સંગઠિત મહિલાઓ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

મજૂર અધિકાર સંગઠનના ઉપપ્રમુખ એત્રિ બેનએ જણાવ્યું હતું કે મહિલાઓ માત્ર દિકરી, બહેન કે માતા જ નથી પરંતુ સમાજના મજબૂત પાયા સમાન છે અને સમાજને આગળ લઈ જવામાં તેમની અમૂલ્ય ભૂમિકા છે.

આ કાર્યક્રમમાં આશરે 300 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores