>
Tuesday, March 10, 2026

લીલિયા કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રેરણાદાયક કાર્યક્રમ

લીલિયા કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રેરણાદાયક કાર્યક્રમ

 

 

લીલિયા: ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લીલિયા ખાતે સમાજશાસ્ત્ર વિભાગ, NSS, NCC, CWDC–Women Development Cell, સપ્તધારા, ઉદીસા તથા સ્ટાફ ક્લબના સંયુક્ત ઉપક્રમે તા. ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ શ્રી હરેશભાઈ વાડા, મામલતદારશ્રી, લીલિયા તાલુકાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ રાઠોડ (GES-I) ના પ્રાસંગિક ઉદબોધનથી થઈ હતી. તેમણે આ વર્ષની થીમ “Rights, Justice, Action for All Women and Girls” અંગે વિચારો રજૂ કરી સમાજમાં સ્ત્રીઓના અધિકારો, સમાનતા અને સશક્તિકરણ માટે શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત માન. મામલતદાર શ્રી હરેશભાઈ વાડાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે સ્ત્રીઓની ભાગીદારી અને સશક્તિકરણ અનિવાર્ય છે અને સરકાર દ્વારા મહિલાઓના શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા તથા આર્થિક સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.

મુખ્ય વક્તા ડો. મિલી જેઠવાણીએ “સ્ત્રી સશક્તિકરણ” વિષય પર પ્રેરણાદાયક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે આજના સમયમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને શિક્ષણ તથા આત્મવિશ્વાસ દ્વારા તેઓ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

કાર્યક્રમનું આયોજન તથા સંચાલન CWDC કોઓર્ડિનેટર ડો. વિરાજબેન રાઠોડ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ અંગ્રેજી વિભાગની પ્રાધ્યાપિકા હિનાબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્ત્રી સશક્તિકરણ, સમાનતા અને સન્માન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores