>
Wednesday, March 11, 2026

ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર મુકામે ઇન્ડિયન ઈગલ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો.

ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર મુકામે ઇન્ડિયન ઈગલ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો.

 

ખેડબ્રહ્મા તાલુકાના ગાડું ગ્રામ પંચાયતમાં શ્યામનગર મુકામે માણેકનાથ મંદિરની બાજુમાં ઇન્ડિયન ઇગલ ધ એક્સક્લુઝિવ ફેશન હબ દ્વારા આયોજીત ભવ્ય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્થાનિકો,વેપારીઓ અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના સ્પોન્સર ઇન્ડિયન ઇગલ શોરૂમના માલિક રીકીભાઈ પટેલના મમ્મી પપ્પા વિજયાબેન હર્ષદભાઈ પટેલ દ્વારા ક્રિકેટ પીચ ઉપર રીબીન કાપી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લું મુકવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રગાન કરી ટુર્નામેન્ટ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. વર્ષો પછી ખેડબ્રહ્મા પ્રોપર માં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું મોટા પાયે આયોજન થતાં પ્રેક્ષકો અને પ્લેયરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગ્રાઉન્ડ લેવલ સુંદર જોવા મળ્યું હતું અને પૂરતા પ્રમાણમાં લાઈટ્સ મળી રહેતા પ્લેયર્સ અને પ્રેક્ષકોના રિવ્યુ સારા જોવા મળ્યા હતા ઉપરાંત સુપ્રસિદ્ધ કૉમેન્ટર્સ દેવજીભાઈ હેંગડે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેક્ષકોને અંગ્રેજી ગુજરાતી અને હિન્દીમાં કોમેન્ટ્રી નો લાભ મળ્યો હતો ઉપરાંત લાઈવ એલઇડી નું પ્રસારણ ચાલુ રહેતા આસપાસના વિસ્તારમાં આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ચર્ચા ચારે બાજુ જોવા મળી હતી આ ટુર્નામેન્ટમાં 100થી વધુ ટીમોનું બુકિંગ થવાનું જાણવા મળ્યું હતું અને હજી બીજી 100 થી વધુ ટીમ બુકિંગ થશે એવી માહિતી મળી હતી. આયોજકો દ્વારા સુંદર આયોજન કરાતા પ્રેક્ષકો અને પ્લેયરો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores