વડાલી મામલતદાર કચેરી ખાતે બપોરે પેટ્રોલ પંપ માલિકો તેમજ ગેસ એજન્સી ના સંચાલક સાથે મહત્વની મીટીંગ યોજાઇ
વડાલીની મામલતદાર કચેરી ખાતે તારીખ 13/03/ 2026 ના રોજ બપોરે 2:00 કલાકે વડાલી તાલુકામાં આવેલ કુલ 8 પેટ્રોલ પંપ ના માલિકો ની તથા દેવીકૃપા ગેસ એજન્સીના સંચાલક શ્રી સાથે હાલની પ્રવર્તમાં સ્થિતિને ધ્યાને લઈ બેઠક યોજવામાં આવી બેઠક દરમિયાન દરેક પેટ્રોલ પંપ ના માલિકોને રોજે રોજના જથ્થાની તથા વેચાણની વિગતો મોકલવા સૂચના આપવામાં આવી
પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોય પેટ્રોલ ડીઝલની સંગ્રહ ખોરી ન કરવા તેમજ ગ્રાહકોને અછત ન હોવા અંગે સમજણ આપવા તેમજ પેટ્રોલ, ડીઝલ ની અછત નથી તમામ ગ્રાહકો ને નિયમિત જથ્થો મળી રહેશે તે બાબતે નો પ્રચાર- પ્રસાર કરવા પેટ્રોલ પંપ ના માલિકોને સમજ આપી અત્રેના તાલુકામાં આવેલ એકમાત્ર ગેસ એજન્સીના સંચાલકને રોજે રોજની ડિલિવરી તથા સ્ટોક ની વિગતો મોકલવા તથા MDM કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રો ને ગેસની બોટલ અગ્રતાના ધોરણે આપવા સૂચના આપી તથા ઓનલાઇન બુકિંગ પ્રમાણે ફર્સ્ટ ઈન ફર્સ્ટ આઉટ પ્રમાણે ગેસની બોટલનું વિતરણ કરવા સૂચના આપી ગેસની બોટલની બ્લેકમાં વેચાણ ન કરવા તાકીદ કરવામાં આવી તેમજ આવનાર ગ્રાહક જોડે સભ્યતાથી વર્તન કરવા તેમજ ગેસની બોટલો ની અછત ન હોય દરેક ગ્રાહકને સમયસર અને નિયમિત પુરવઠો મળી રહે
તે બાબતે માહિતગાર કરવા તેમજ ગ્રાહકો ને અફવાઓ થી દૂર રહેવા મામલતદાર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 