બનાસકાંઠા ચડોતર કમલમ ખાતે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ૠણ કાર્યક્રમ યોજાયો
અનુસૂચિત જાતિ મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ પૂ ર્વ સાસંદ પૂર્વ s.c.s.t. ચેરમેન ભારત સરકાર એવા આપણા સૌના આદરણીય ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ ના માર્ગદર્શન દ્વારા અને એમના લોકસભા સમય કાળ દરમ્યાન લોકસભા મા ધારદાર રજૂઆત ને કારણે આપણા દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તાત્કાલિક અસર થી કિરીટ ભાઈ ની વાત ને ધ્યાનમાં લેતા પ્રધાનમંત્રી ની સૂચના થી ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃતિ માટે આવક મર્યાદા ૨.૫૦ લાખ થી વધારીને આવક મર્યાદા ૬ લાખ કરવામાં આવેલ છે તે સંદર્ભે” રૂણ સ્વીકાર ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતર્ગત મીટીંગ લીધેલ આ મિટિંગમાં ગુજરાત અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ પ્રમુખ ના માર્ગદર્શન હેઠળ પ્રવક્તા પ્રવીણભાઈ મધાભાઇ પરમાર થરા (તાલુકો ઓગડ ) બનાસકાંઠા યે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ની સરકાર માં બાબા સાહેબ માટે અનેક કામો કર્યા જેમ કે દિલ્હી માં બાબા સાહેબે જ્યાં અંતિમ શ્વાસ લીધા તે જમીન ખરીદી ને ત્યાં અલીપુર રોડ પર બાબા સાહેબ નું ભવ્ય મેમોરિયલ તેમજ મહારાષ્ટ્ર માં બાબા સાહેબ ના અંતિમ સંસ્કાર કર્યા તે જગ્યા ચૈત્ય ભૂમિ તેમજ લંડન માં ખાનગી મકાન ભાડે લઈને અભ્યાસ કરતા હતા તે ખરીદી ભવ્ય સ્મારક નું નિર્માણ કરવામાં આવ્યું
આવા અનેકો કામ કર્યા આ પ્રસંગે પ્રવક્તા પરમાર પ્રવીણ ભાઈ મધાભાઇ થરા બનાસકાંઠા તેમજ s c મોરચાના પ્રમુખ જશુભાઈ ચૌહાણ મહામંત્રી વિક્રમભાઈ કે પરમાર ચીમનભાઈ સોલંકી એન ટી રાઠોડ અશ્વિન સક્સેના રાજુભાઈ ડાભી નયનાબેન સોલંકી ડીસા ચંદુભાઈ સોલંકી જકસી ભાઈ પુનડીયા મોરચાના રામજી ભાઈ ભાવનગર શ્રીમાળી કિસાન પ્રવીણ ભાઈ જગાણા તેમજ પદાધિકારીઓ તથા અન્ય અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાથે મળીને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના વિકાસની યોજનાઓનો લાભ છેવાડા ના નાગરિક સુધી પહોંચાડવા નો સંકલ્પ કરેલ અને સરકારશ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9998340891


