>
Monday, March 30, 2026

અરવલ્લી જિલ્લામાં જળ સંચાલન અને કૃષિ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું

પ્રેસ નોટ

અરવલ્લી જિલ્લામાં જળ સંચાલન અને કૃષિ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું રૂપે માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના તળાવો ભરવાની “વાત્રક જળાશય યોજના”નું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ મહત્ત્વાકાંક્ષી યોજના રૂ. 161.59 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. યોજનાનું લોકાર્પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા માનનીય સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

સ્થળ ઉપર રાજ્યના મંત્રી શ્રી પી.સી. બરંડા સાહેબ, બાયડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા તથા મોડાસા ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર સહિતના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ યોજના દ્વારા માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના અનેક ગામોના તળાવો ભરાશે, જેના પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને કૃષિ ઉત્પાદન વધશે. આ સાથે જ વિસ્તારમાં પાણીની સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ મળશે અને ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે.

આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં પ્રતિબદ્ધ છે અને આવી યોજનાઓ દ્વારા ગામડાંઓમાં સમૃદ્ધિ લાવવા સતત પ્રયાસરત છે.રિપોર્ટર = અલ્કાબેન પંડ્યા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores