માં નર્મદાની પરિક્રમા પૂર્ણ કરનાર શ્રી ભવાનસિંહજી વાઘેલાના વધામણા કરાયા.
સમગ્ર ભારત વર્ષમાં એકજ મા નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે. મૂળ પરોયાના અને હાલ ખેડબ્રહ્મા સ્થિત એવા જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ અધ્યાપક એવા શ્રી ભવાનસિંહજી વાઘેલા 3 મહિના સુધી નર્મદા મૈયાની 3400 કિલોમીટરની પદયાત્રા પરિક્રમા પૂર્ણ કરી અને સુખરૂપ વતનમાં આવતા સોસાયટીના તમામ ભાઈ બહેનો તથા વડીલો, માતાઓ દ્વારા આદર સત્કાર કરી વધામણા કરવામાં આવ્યા હતા. તેમના દીકરી કોમલબાએ સૌપ્રથમ કંકુ તિલક કરી આવકાર્યા હતા. ત્યારબાદ સોસાયટીના સૌથી વડીલશ્રી સવજીબાપાએ ફૂલહાર અર્પણ કરીને આશીર્વાદ આપ્યા હતા. ઢોલ, નગારા અને લાલ ઝાઝમ બીછાવી, હર હર નર્મદેના નારા સાથે ઘરમાં પધરામણી કરવામાં આવી હતી. તેમના જીવનસંગીની નયનાબા તેમજ તેમના દીકરા અને ભચાઉ કૃષિ પોલીટેકનીક કોલેજમાં પ્રોફેસર એવા ડોક્ટર ભવ્યરાજસિંહ વાઘેલાએ સજોડે આરતી ઉતારીને ચરણામૃત લીધું હતું.
અંતમાં પધારેલ સૌ સોસાયટીના ભાવિક ભક્તજનોને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલે જણાવેલ પૂર્વ જન્મના અનંત પુણ્ય ભેગા થાય
ત્યારે આવા ભગવદ કાર્ય કરવાનો મનમાં વિચાર આવતો હોય છે. જે ભવાનસિંહજી વાઘેલાએ પરિપૂર્ણ કરી બતાવ્યો છે. તે બદલ તેમની અનુમોદના કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 