ઝહીરાબાદ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ આરસીસી રોડ બે દિવસના સામાન્ય વરસાદમાં જ પાણીથી છલોછલ ભરાઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. રોડની ડિઝાઇન અને ડ્રેનેજ વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે, જેના કારણે વાહનચાલકો અને ગામલોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રશ્ન ઉદ્ભવે છે કે આ રોડ ખરેખર પ્રજાના સુખાકારી માટે બનાવાયો છે કે પછી માત્ર સરપંચ અને પંચાયતના સભ્યોના વ્યક્તિગત ફાયદા માટે? જો વિકાસના નામે આવું નીચસ્તરનું કામ થશે તો પ્રજાનો વિશ્વાસ તંત્ર ઉપરથી ઉઠી જશે.
આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. સાથે જ, રોડનું પુનઃમૂલ્યાંકન કરી યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા સાથે સુધારણા કામ હાથ ધરવું જોઈએ, જેથી આવનારા સમયમાં પ્રજાને આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે.
– સ્થાનિક રહેવાસીઓની માંગ
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા
મો.8780638478







Total Users : 145600
Views Today : 