ખેડબ્રહ્મા નગરની સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે તા. 20/04/2026 ના રોજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સિગ્નેચર કેમ્પેઇન યોજવામાં આવેલ. આગામી તમામ ચૂંટણીઓમાં મતદારોમાં જાગૃતિ આવે, બૃહદ સમાજમાં પણ હકારાત્મક સંદેશો જાય અને સો ટકા મતદાન થાય
. જેના ભાગ સ્વરૂપે શાળાના તમામ સ્ટાફ અને બહારથી આવેલ ભાઈઓ બહેનો દ્વારા શાળામાં મૂકવામાં આવેલ સાઇન બોર્ડ ઉપર પોતાની સહી કરી અને તમામ પ્રકારની ચૂંટણીઓમાં હોંશભેર મતદાન કરવાના અને કરાવવાના શપથ લીધા હતા. આ પ્રસંગે નોડલ અધિકારીશ્રી, શાળાના ટ્રસ્ટીઓ તથા આચાર્ય અને પૂર્વ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌને ભોજન પીરસવામાં આવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


