હિંમતનગરમાં મતગણતરીને પગલે ૨૮ એપ્રિલે રોડ ડાયવર્ઝન જાહેર..
સાબરકાંઠા સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત હિંમતનગર નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોની મતગણતરી આગામી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ સરકારી પોલિટેકનિક કોલેજ, મોતીપુરા ખાતે યોજાશે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પોલીટેકનિક હાઇવે ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો અને રાહદારીઓ માટે ૨૮/૦૪/૨૦૨૬ (મંગળવાર) સવારના ૦૬:૦૦ થી રાત્રિના ૨૦:૦૦ કલાક સુધી પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક રૂટની વ્યવસ્થા
૧ ગઢોડાથી મોતીપુરા તરફ આવતા વાહનો: સિવિલ સામેની શંકુઝ કેન્સર હોસ્પિટલ કોમ્પ્લેક્ષ પાસેથી GIDC ની અંદર થઈ મોતીપુરા તરફ જઈ શકશે. ૨. પોલીટેકનિકથી ગઢોડા તરફ જતા વાહનો: હાઇવે રોડ થઈ સાબરડેરી ત્રણ રસ્તા તરફથી પસાર થઈ શકશે. ૩. રહિશો માટે: શરણમ સોસાયટી અને આદર્શ બંગ્લોઝના રહિશો સિવિલ રોડ થઈ ટી.પી. રોડ દ્વારા મોતીપુરા તરફ અવર-જવર કરી શકશે.
આ જાહેરનામામાંથી સિવિલ હોસ્પિટલના દર્દીઓ, ઇમરજન્સી સેવાઓ, એમ્બ્યુલન્સ, કોલેજના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ તેમજ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને ઉમેદવારોના વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની કાર્યવાહી અને દંડ કરવામાં આવશે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 