>
Thursday, April 30, 2026

આદર્શ પશુપાલન એક વ્યવસાય તરીકે” વિષય પર કામઘેનું યુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે યુ-ટયુબ લાઈવ કાર્યક્રમ માર્ગદર્શન યોજાયું

” આદર્શ પશુપાલન એક વ્યવસાય તરીકે” વિષય પર કામઘેનું યુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે યુ-ટયુબ લાઈવ કાર્યક્રમ માર્ગદર્શન યોજાયું

 

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ડિજિટલ ફાર્મ દ્વારા જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસ પ્રવૃત્તિના ભાગરૂપે ગુજરાતમા 10 જિલ્લાઓમા ગ્રામ વિકાસની સાથે સાથે સમગ્ર જિલ્લામાં ડિજિટલ અને ફિઝિકલ રીતે પશુપાલન વિષયક બદલવા માટે નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 

ઉપરોક્ત કાર્યક્રમના ભાગરૂપે તાજેતરમાં ઉનાળાની ગરમી ઋતુમા પશુપાલકોની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિલાયન્સ ફાઉન્ડેશન અને પશુ ચિકિત્સા અને પશુપાલન વિસ્તરણ શિક્ષણ વિભાગ,વેટેરનરી કોલેજ, કામઘેનું યુનિવર્સીટી સંયુક્ત ઉપક્રમે ડિજિટલ પ્લેટફોર્મ થકી યુ-ટ્યુબ લાઈવ સંવાદ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો, જેમાં પશુપાલન વિષયક મુખ્ય સમસ્યાઓ જેવી કે ઋતુજન્ય રોગ અને તેના ઘરેલુ ઉપચાર, ગાભણ વિષયક સમસ્યાઓ, બચ્ચાના મરણદરની સ્થિતિ અને તેના નિરાકરણ માટે રાખવામાં આવતી કાળજી વિષયક, સંતુલન આહાર વિષયક, પશુઓની બેઠક વ્યવસ્થા અને સ્વછતાનું મહત્વ, પોષણ આહાર તથા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વ્યવસાયને આગળ વધારવા અંગે નોંધપાત્ર માર્ગદર્શન આપવામાં આવ્યું

પ્રસ્તુત કાર્યક્રમ યુ ટ્યુબ લાઈવ પોગ્રામ થકી પશુપાલન વ્યવસાય કરતા તમામ પશુપાલકો સુધી પહોંચવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો સાથે સાથે ગ્રામીણ લેવલે રિલાયન્સ ફાઉન્ડેશન પ્રોજેક્ટના કાર્યક્ષેત્રના ગામોમાં ડેરી ક્લસ્ટર સાથે જોડાયેલા પશુપાલકોને યુ-ટ્યુબ લાઈવ કાર્યક્રમમાં સહભાગી કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.

 

પ્રસ્તુત યુ-ટ્યુબ લાઈવ કાર્યક્રમની લિંક ગુજરાતના છેવાડા પશુપાલકો સુધી પહોંચે તે માટે બહોળો પ્રચાર પ્રસાર કરીને તા 30 એપ્રિલ ના રોજ બપોર ના 11 થી 12:30 વાગ્યાના સમયગાળામાં માં ઉપરોક્ત તમામ મુદ્દાઓની ઉંડાણ પૂર્વક સરળ ભાષામાં પશુપાલકો સાથે સંવાદ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતો પ્રશ્નોતરી દ્વારા પશુઓના ઋતુજન્ય રોગો અને નિયત્રણ, ગાભણ તથા દુધાળા પશુઓની માવજત અને સફળ ખેડૂતોના અનુભવોની આપ લે કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.

 

પ્રસ્તુત કાર્યક્રમને સફળ બનાવવા કામધેનુ યુનિવર્સીટીના તજ્જ્ઞોશ્રી ડૉ.આર.આર.સિંગ, ડૉ.પંચાસરા, ડૉ.ડી.એન.સુથાર, ડૉ.જે. એ.ચાવડા, ડૉ.આર.કે. ચૌધરી દ્વારા પશુપાલકોને પશુસવર્ધન, પશુપોષણ, પશુરહેઠાણ શસ્ત્રક્રિયા બાદ કાળજી જેવા વિવિધ પશુપાલન ઉપયોગી વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો

 

કાર્યક્રમના અંતે પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નોનું ખુબજ સરળ ભાષામાં અને સંતોષકારક રીતે સમજ ઉભી કરવાનો નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો

 

પ્રસ્તુત કાર્યક્રમમા ગ્રામીણ લેવલે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના રબારીયા અને કુંવરાશી ગામના પશુપાલકો લાઈવ સવાંદમા જોડાઈને પશુપાલન વ્યવસાય વિષયક માર્ગદર્શન મેળવવામાં સફળ થયાં હતા

 

આ સમગ્ર કાર્યક્રમ ડૉ.જી.એમ. ચૌધરી, મદદનીશ પ્રાધ્યાપક અને વડા, પશુચિકિત્સા અને પશુપાલન વિસ્તરણ શિક્ષણ વિભાગ કામધેનુ યુનિવર્સિટી સરદારકૃષિનગર અને શ્રી જયરામભાઈ દેસાઈ દ્વારા સંચાલન કરી અને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં આવેલ છે.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ બનાસકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores