હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈન માટે ડી.આર.યુ.સી.સી ની બેઠકમાં રજૂઆત કરાઈ
આ રેલવે લાઈન માટે બેઠકમાં રેલ્વેના મેમ્બર મોહનભાઈ પટેલે વિવિધ માંગો કરી
જાદર અને વડાલી સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાની વિશેષમાં રજૂઆત કરી

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર થી ખેડબ્રહ્મા રેલવે લાઈન પર મેમુ ટ્રેન કાર્યરત થઈ ગઈ છે ત્યારે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા યોજાયેલી પાંચમી ડીઆરયુસીસી ની બેઠકમાં ખેડબ્રહ્માના મેમ્બર દ્વારા વિવિધ માંગો કરાઈ હતી જેમાં નવી ટ્રેન શરૂ કરવા સહિત અનેક માંગો ડીઆરએમ (અમદાવાદ) સમક્ષ મૂકી હતી.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવેની અમદાવાદ મંડળની પાંચમી બેઠક તારીખ ૨૮/૦૫/૦૨૬ ના રોજ અસારવા ખાતે આવેલ ડીઆરએમ ભવનના હોલમાં યોજાઈ હતી જેમાં વિવિધ જીલ્લામાંથી ડીઆરયુસીસી મેમ્બરો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ બેઠકમાં સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માના મોહનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા ત્યારે બેઠકમાં મોહનભાઈ પટેલે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલ્વે લાઈન માટે વિવિધ પ્રકારની માંગો ડીઆરએમ અધિકારી સમક્ષ મૂકી હતી જેમાં આ રેલવે લાઈન પર આવતા જાદર અને વડાલી સ્ટેશન પર હાલના સમયમાં પ્લેટફોર્મ નાનું હોવાને કારણે ટ્રેનને ઉભી રાખવામાં અગવડતા પડી રહી હોવાનું જાણવા મળ્યું છે જેને લઈને આ બંને સ્ટેશનો પર ટ્રેનનું સ્ટોપેજ મળે તે માટે મેમ્બર મોહનભાઈ પટેલે ઉગ્ર રજૂઆત કરી હતી અને આ મામલે ડીઆરએમ અધિકારીએ બંને સ્ટેશનો પર નજીકના સમયમાં જે પણ ક્ષતિઓ છે તે દૂર કરીને મેમુ ટ્રેનનું સ્ટોપેજ મળે તેવી ખાતરી આપી હતી. આ સાથે આ લાઈન માટે અન્ય માગણીઓ પણ મુકાઈ હતી જેમાં ખેડબ્રહ્મા અને અસારવા વચ્ચે મેમુ ટ્રેન કાર્યરત થઈ ગઈ છે ત્યારે આ લાઈન પર લાંબા રૂટની ટ્રેનો ચાલવામાં માટે મેમ્બરે ધારદાર રજૂઆત કરી હતી જેમાં (૧)ખેડબ્રહ્માથી મુંબઈ વાયા અમદાવાદ ટ્રેન ચાલુ કરવામાં આવે તેમજ (૨)ખેડબ્રહ્માથી કટરા (માતા વૈષ્ણોદેવી),(૩)ખેડબ્રહ્માથી હરિદ્વાર ઋષિકેશ આ બંને સાપ્તાહિક ટ્રેનો દોડાવવામાં આવે અને આ બંને ટ્રેનો વાયા અમદાવાદ-ગોધરા-રતલામ -મથુરા રૂટ ઉપર ચાલવામાં આવે ત્યારબાદ (૪)ખેડબ્રહ્મા-ભુજ- માતાનો-મઠ સાપ્તાહિક ટ્રેન ચાલુ કરવામાં તેવી પણ માંગ મૂકી હતી.

વધુમાં તેમણે ડીઆરએમ અમદાવાદ મંડળ (પશ્ચિમ રેલવે) ને રજૂઆત કરતા કહ્યુ હતુ કે હાલમાં આ રેલવે લાઈન પર મેમુ ટ્રેન સવારે અને સાંજે દોડે છે અને તેની આવક પણ સારી થઈ રહી છે તેમજ મુસાફરોનો ઘસારો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે જેથી લોકોની માંગ સામે આવી છે કે બપોરના સમયે બીજી બે મેમુ ટ્રેનો ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારના મધ્યમ અને ગરીબ વર્ગને મોટો ફાયદો થાય તેમ છે. ઉપરોક્ત આ તમામ બાબતોની માંગો પર ડીઆરએમ એ સકારાત્મક વલણ અપનાવવા ડીઆરયુસીસી મેમ્બર મોહનભાઈ પટેલને ખાતરી આપી હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત માંગણીઓ મામલે ડીઆરયુસીસી મેમ્બર મોહનભાઈ પટેલે સાબરકાંઠાના બંને સાંસદો શોભના બારૈયા(લોકસભા) અને રમીલા બારા (રાજ્યસભા) ને રૂબરૂ અને લેખિતમાં રજૂઆત કરી હતી અને આ મામલે બંને સાંસદોએ હકારાત્મકત વલણ અપનાવતા કહ્યું હતું કે આ રેલવે લાઈન પર વધુને વધુ સુવિધાઓ અને ટ્રેનો મળે તે માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરીશું.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


