>
Friday, July 10, 2026

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ..

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ..

 

હિંમતનગર સિવિલમાં રાજસ્થાનના 6 વર્ષના બાળકનું મોત થયું.

 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજસ્થાનના 6 વર્ષના માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.

 

મળતી માહિતી મુજબ બાળકને ચાર દિવસ પહેલાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે.

હાલ સિવિલ હોસ્પિટલમાં કુલ 5 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાંથી બે બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય બે દર્દીઓના રિપોર્ટની હજુ રાહ જોવામાં આવી રહી છે.

આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને જનજાગૃતિની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ લોકોને સ્વચ્છતા જાળવવા અને તાવ અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે

 

બ્યુરો રીપોર્ટ..વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores