>
Sunday, August 2, 2026

વિજયનગરના વજેપુરના હવસખોરને ૨૦ વર્ષની સખ્ત કેદ..

વિજયનગરના વજેપુરના હવસખોરને ૨૦ વર્ષની સખ્ત કેદ..

 

ઈડર પોક્સો કોર્ટનો સરાહનીય ચુકાદો ૧૧ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ₹૪૦ હજારનો દંડ અને પીડિતાને ₹૧ લાખનું વળતર ચૂકવવા આદેશ સાબરકાંઠા (ઈડર)

 

વિજયનગર તાલુકાના વજેપુર ગામમાં અઢી વર્ષ અગાઉ ૧૧ વર્ષની સગીરા પર આચરવામાં આવેલા જઘન્ય દુષ્કર્મ કેસમાં ઈડરની પોક્સો (POCSO) કોર્ટે શુક્રવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ચંદ્રકાંત અમરતભાઈ કટારાને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૪૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, પીડિત સગીરાને વળતર પેટે રૂ. ૧ લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. શું હતી સમગ્ર ઘટના?ઘટનાની મળતી વિગતો અનુસાર, ગત ૧૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સાંજના સુમારે વજેપુર ગામની ૧૧ વર્ષીય સગીરા કુદરતી હાજત માટે વાંઘામાં ગઈ હતી. તે સમયે ગામનો જ રહેવાસી ચંદ્રકાંત અમરતભાઈ કટારા તેને લલચાવી-ફોસલાવી કે બળજબરીથી ખુલ્લા ખેતરમાં લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવ બાદ ગભરાઈ ગયેલી સગીરાએ ડરના માર્યા ઘરમાં કોઈને કશું કહ્યું ન હતું. જોકે, સગીરાની દાદીએ તેના કપડાં પર લોહીના ધાબા જોતાં તેમને શંકા ગઈ હતી. દાદીએ પ્રેમથી પૂછપરછ કરતાં ભયભીત સગીરાએ પોતાની સાથે બનેલી આપવીતી પરિવારજનો સમક્ષ રજૂ કરી હતી.પોલીસ તપાસ અને કોર્ટ કાર્યવાહીપરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તેઓએ તત્કાલીન સમયે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ચંદ્રકાંત કટારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી હતી અને જરૂરી પુરાવા એકઠા કરીને ઈડર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.આ કેસની આખરી સુનાવણી શુક્રવારે ઈડરના પોક્સો જજ એમ.વાય. રાધનપુરવાલા સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલી ધારદાર દલીલો, તબીબી પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશે આરોપી ચંદ્રકાંત કટારાને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટનો આદેશ: સજા: આરોપીને ૨૦ વર્ષની જેલવાસની સજા. દંડ: રૂ. ૪૦,૦૦૦ નો દંડ (દંડ ન ભરે તો વધુ કેદની જોગવાઈ). વળતર: પીડિત બાળકીના પુનર્વસન માટે રૂ. ૧ લાખનું વળતર આપવાનો કોર્ટનો હુકમ.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores