ખેડબ્રહ્મા ની આર્ડેકતા કોલેજ ખાતે નશા મુકત યુવા વિકસિત ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો
નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત ખેડબ્રહ્મા આર્ડએકતા કોલેજ ખાતે રાષ્ટ્રને સ્વસ્થ , શશક્ત અને વિકસિત બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં બજરંગદળ , BAPS , ભારત વિકાસ પરિષદ , એબીવીપી , ગાયત્રી પરિવાર સહિત વિવિધ ધાર્મિક સંગઠન ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, બજરંગદળ પ્રાંત સંયોજક ભાવિન પુરોહિત દ્વારા નશા ના સ્થાન વેપાર કરવાવાળા નો લક્ષ્ય દેશના યુવાનો છે
એ યુવાનોને નશાની ચંગુલ માંથી કઇ રીતે બચાવી શકાય તે માટેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું , 800 થી વધુ યુવક યુવતીઓને નશો ન કરવાના શપથ લેવડાવ્યા, વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી નું ઉદબોદ્ધન નું લાઈવ પ્રસારણ પણ બતાવવવામાં આવ્યું , સ્થાનિક પોલીસ પ્રશાસન પણ કાર્યક્રમમાં જોડાયું
, કાર્યકર્મમાં BAPS ના સંતો આરડેકતા ના ડાયરેક્ટર રાહુલભાઈ પટેલ,ભરતભાઈ પ્રજાપતિ ,વિહિપ મંત્રી ચેતનભાઈ પટેલ,વિહિપ સહમંત્રી માલજીભાઈ દેસાઈ, વિભાગ
સંયોજક રમેશભાઈ સગર , જિલ્લા સંયોજક કૌશિકભાઈ રાવલ, પ્રદીપભાઈ ઋષિ,રવિભાઈ શંખેશ્વરા, દીર્ઘભાઈ ભાવાણી, મનનભાઈ વોરા,તુષારભાઈ મિસ્ત્રી,ધૃવિલભાઈ જોશી સહિત યુવાઓ આ અભિયાન ના સાક્ષી બન્યા
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


