>
Saturday, August 15, 2026

વડાલીની બી જી શાસ્ત્રી (મોર્ડન) હાઇસ્કુલ ખાતે 80 માં સ્વાતંત્ર દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

વડાલીની બી જી શાસ્ત્રી (મોર્ડન) હાઇસ્કુલ ખાતે 80 માં સ્વાતંત્ર દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

 

બીજી શાસ્ત્રી હાઇસ્કુલ વડાલી માં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસ ની રંગે ચંગે ઉજવણી કરાઈ

 

સ્વાતંત્ર પર્વ નિમિત્તે માધાભાઈ પટેલ દ્વારા ધ્વજ વંદન કરીને સલામી અપાઈ હતી ત્યારબાદ દેશભક્તિ વિશે સંબોધન રજૂ કર્યું હતું

ધ્વજ વંદન વખતે હાઈસ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વંદે માતરમ ગીતનું ગાન કરાયું હતું

 

ધ્વજ વંદન કાર્યક્રમમાં રોટરી ક્લબના વડાલીના પ્રમુખ પી ડી પટેલ તથા કમિટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા

સ્વાતંત્ર પર્વ નિમિત્તે હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા

 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ કમલેશભાઈ અને મેહુલભાઈ શિક્ષક દ્વારા સફળ સંચાલન કરાયું હતું

15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડો.હસમુખભાઈ પટેલ દ્વારા દેશભક્તિ વિશે સંબોધન કરાયું હતું

 

કાર્યક્રમના અંતે વિષ્ણુભાઈ સગર દ્વારા હાઈસ્કૂલના તમામ બાળકોને કેળા નું વિતરણ કરાયું હતું બાળકોને ચોકલેટ પણ આપવામાં આવી હતી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores