આજે કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામોના ,સરપંચ, ડેલીકૅટ તથા સામાજિક આગેવાનો ની હાજરી માં કાકોશી પોલીસ સ્ટેશન ના સબ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં 22/1/24 ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર ના મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પોતાના ગામો મા ભાઇચારો તથા સામાજિક સમરસતા જાળવવાની કામગીરી કરવામાં આવે તે બાબતે ચર્ચા કરી હતી, ઉપસ્થિત સર્વે આગેવાનો દ્વારા શાંતિ અને કાયદો વ્યવસ્થાની જવાબદારી સાથે ઉત્સવ ઉજવણી કરવામાં આવે તેવી હૈયાધારણા આપી હતી, પોલીસ દ્વારા આ દિવસે સતત પેટ્રોલિંગ કરવામાં આવશે તેની જાણકારી આપી હતી, કાકોશી પોલીસ સ્ટેશન ના શ્રી સોલંકી સાહેબે સોનો આભાર માન્યો હતો વિશેષ મા આ દિવસે મટન મુર્ગી મચ્છી ના વેપારી ભાઈ ઓએ પોતાની સ્વેચ્છાએ દુકાનો બંધ રાખશે, રાજીખુશીથી તેવી જાહેરાત કરી હતી.
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ