Wednesday, October 23, 2024

SNME કેમ્પસ માં એ-વન ફાર્મસી કોલેજ દ્વારા વિધ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ નું આયોજન

પ્રતિ શ્રી ,

તંત્રી શ્રી,

વિષય: SNME કેમ્પસ માં એ-વન ફાર્મસી કોલેજ દ્વારા વિધ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ નું આયોજન

એ-વન ફાર્મસી કોલેજ દ્વારા વાલીઓ તથા વિધ્યાર્થીઓના ભારને ઓછું કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 22/4/2024 ના રોજ કેમ્પસ પ્લેસમેન્ટની ઉત્તમ તક પૂરી પાડવામાં આવેલ હતી. જેમાં અમદાવાદ ની જાણીતી અલગ – અલગ ફાર્માસુટીકલ જેવી કે Innovative Health Care, Nutralike Formulation Pvt.ltd, Tactus Neutrascience LLP , Durga Pharmaceutical, Apollo Pharmacy વગેરે કંપની દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું . કોલેજ દ્વારા વિવિધ કંપનીઓ સાથે સંકલન કરીને તેવો કેવી રીતે નોકરી મેળવી શકશે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરી શકશે તેનું આયોજન કરેલ હતું. આ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવ માં આજ રોજ ૫ કંપની આવી હતી, ઇન્ટરવ્યુ આપવા આવનાર વિધ્યાર્થીની સંખ્યા ૨૦૦ થી પણ વધુ હતી, જેમાંથી ૩૯ જેટલા વિધ્યાર્થીઓની પસંદગી થયેલ છે જેમાં વાર્ષિક પેકેજ ૨ લાખ થી લઈને ૪ લાખ સુંધી આપવામાં આવ્યું હતું .

સફળ પ્લેસમેન્ટ ફેર બદલ સંસ્થા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધવલસિંહ ઝાલા સાહેબે કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. એલ. એમ. પ્રજાપતિ અને પ્લેસમેન્ટ કો-ઑડીનેટર પ્રો. હર્ષ ચુનારા ને અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટર વનરાજસિંહ ખાટ

અરવલ્લી માલપુર

 

A-One Pharmacy College

SNME Campus, Naroda-dehgam road, Nr S.P. Ring Road, Enasan, Ahmedabad. M:+91 9099063106

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores