Wednesday, December 25, 2024

કોન્ફરન્સ કોલ દ્વારા ગ્રામીણ મહિલાઓને બેન્ક ઓફ બરોડા આર. સે..ટી ની કામગીરી અને નાણાકીય સાક્ષરતા વિષયક માર્ગદર્શન અપાયું

કોન્ફરન્સ કોલ દ્વારા ગ્રામીણ મહિલાઓને બેન્ક ઓફ બરોડા આર. સે..ટી ની કામગીરી અને નાણાકીય સાક્ષરતા વિષયક માર્ગદર્શન અપાયું

 

સાબરકાંઠા રિલાયન્સ ફાઉન્ડેશન નરોત્તમ લાલભાઇ રુલર ડેવલમેન્ટ ફંડ સંસ્થા સાથે જોડાઈને ડિઝીટલ પ્લેટફોર્મ દ્વારા ગ્રામીણ સખી મંડળની મહિલાઓ સાથે જોડાઈને યોજના વિષયક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો , જેમાં સાબરકાંઠા જિલ્લાના પોતાના કાર્યક્ષેત્રના ગામોના સખી મંડળ સાથે જોડાયેલ મહિલાઓને બેન્ક ઓફ બરોડા આર.સે.ટી ની યોજના વિષયક તથા નાણાકીય સાક્ષરતા વિષયક માર્ગદર્શન આપવામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો

 

પ્રસ્તુત કોન્ફરન્સ કોલ બેન્ક ઓફ બરોડા આર.સે.ટી ના ફેલકટીશ્રી ભાર્ગવભાઈ તથા નલિનભાઈ ચૉધરીની અધ્યક્ષતામાં આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડના કાર્યક્ષેત્રના ગામો માંથી 300 જેટલી સખી મંડળની મહિલાઓ સહભાગી થઈને યોજના વિષયક માર્ગદર્શન મેળવવામાં સફળ થયા હતા

 

પ્રસ્તુત કોન્ફરન્સ કોલમાંશ્રી ભાર્ગવભાઈ દ્વારા બેન્ક ઓફ બરોડા સંસ્થાના પરિચય તથા વિવિધ રોજગાર લક્ષી તાલીમોની માહિતી સાથે સાથે તાલીમ આયોજનની પ્રક્રિયા, વય , ઉંમર ,સમયગાળો વિશે સરળભાષામા સમજ આપવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસ તાલીમ અંગે માહિતી આપી રોજગારીની તકો માટે તાલીમનું મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું , આ ઉપરાંત આર.સે.ટી ફેકલ્ટીશ્રી નાલિનભાઈ દ્વારા સહભાગી મહિલાઓને

ડીઝીટલ ટ્રાન્જેકસનનો ઉપયોગ તથા બેન્ક સાથેનો નાણાકીય વ્યવહારની સાથે સાથે મોબાઈલ એપમાં ફોન પે,ગુગલ પે, વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ઉપયોગમાં રાખવા જેવી કાળજીની સાથે બચત અને વીમા વિષયક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો

તાલીમના અંતમાં પ્રશ્નોતરી સેશન રાખવામાં આવ્યું હતું જેમાં સખી મંડળની મહિલાઓ દ્વારા પૂછવામાં આવેલ તમામ પ્રશ્નોનો શ્રી ભાર્ગવભાઈ અને નાલિનભાઈ દ્વારા સંતોષ કારક પ્રત્યુતર આપવાનો પ્રયત્ન કરી કોન્ફરન્સ કોલને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores