Saturday, December 28, 2024

નિર્મળ નગરના ગટરના પાણી પાટણના રામનગર વિસ્તારના હરીપુરા જવાના રસ્તા ઉપર ફરી વરતા રસ્તો બિસ્માલ હાલતમાં  

નિર્મળ નગરના ગટરના પાણી પાટણના રામનગર વિસ્તારના હરીપુરા જવાના રસ્તા ઉપર ફરી વરતા રસ્તો બિસ્માલ હાલતમાં

 

અખબારોમા વારંવાર સમાચાર પ્રસિદ્ધ થવા છતા તેમજ મુખ્યમંત્રી ને રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો કે અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતા નથી .

પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવતા રામનગરનુ પરૂં હરીપુરા આવેલ છે આ હરીપુરા જવા માટે પાટણ જીઈબી થી પાયોનીયર સ્કુલ પાસે રસ્તો હરીપુરા ગામમાં તેમજ હરીપુરા પ્રાથમિક શાળા સુધી આવેલો છે આ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયેલ છે તેમજ નિર્મળ નગર સામે જવાના રેલવે નાળા નીચેથી લોકો પસાર થાય છે તે નાળુ પણ ગટર તેમજ વરસાદી પાણીથી ભરાઇ ગયેલ છે અને કાદવ કીચડ થઈ ગયેલ છે તેમજ કાયમી ગટરના પાણી આ રસ્તા ઉપર ફરીવરે છે અને ખાડા પડી ગયેલ છે તેથી આ રસ્તા ઉપર રહેતા રહીશો તેમજ વિધાથીર્ઓ ને આવા કાદવ કીચડ મા થઈને જવું પડે છે અને આના કારણે રોગચાળો ફેલાય તેવો ભય ઉભો થયેલ છે

તેમજ હાલમાં ચાદીપુરા વાઈરસ ફેલાય રહેલ છે તો આ વિસ્તારના નાના બાળકોને ચાદીપુરા વાઈરસ ની અસર થાય તો જવાબદારી કોની તેવુ આ વિસ્તારમાં રહેતા રહીશો કહી રહ્યા છે તેથી નિર્મળ નગરના ગટરના પાણી નુ તેમજ વરસાદી પાણી પાટણ થી હરીપુરા જવાના રસ્તા ઉપર નુ પાણી અને કાદવ કીચડનો તાત્કાલિક કાયમી નિકાલ કરવામાં આવે તેવી આ વિસ્તારમાં રહેતા રહીશોની માગૅ ઉઠવા પામી છે કે પછી જૈસે થે જેવી પરિસ્થિતિ ઉભી કરશે નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ

અહેવાલ ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores