પાટણ જીલ્લા ના સાણોદરડા પ્રાથમિક શાળા ના શિક્ષિકા બેન ઝંખનાબેન .પી.ચૌધરી શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર શિક્ષણબોર્ડ ના હસ્તે મેળવ્યું.
સાણોદરડા પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષિકા બહેન શ્રી ઝંખનાબેન પી ચૌધરી એ શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપી પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ તેમજ crc કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવી , તાલુકાકક્ષાએ પણ પ્રથમ નંબર લાવી શિલ્ડ તેમજ પ્રમાણપત્ર મેળવી જિલ્લા કક્ષા નો પણ શિલ્ડ અને પ્રમાણપત્ર મેળવી ગણિત વિજ્ઞાન વિષય માં આગવી ઓળખ મેળવી છે. તારીખ 11 ઓગસ્ટ 2024 ના રોજ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે માધ્યમિક શિક્ષણબોર્ડના સચીવ શ્રી પુલકિતભાઈ જોશી શ્રી ના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે વિદ્યોત્તેજક એવોર્ડ મેળવી અને સાણોદરડા પ્રાથમિક શાળા તેમજ ગામની પ્રતિષ્ઠા વધારી શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનિય નામના મેળવી છે. એવોર્ડ મેળવવા બદલ ગામ ના તમામ સભ્યો અને ઇમરાન મેમણ (પત્રકાર) એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યો..
બ્યુરો રિપોર્ટ ઇમરાન મેમણ પાટણ