શ્યામનગર ખાતે વાળીનાથ એગ્રો સીડ્સ નો શુભારંભ કરાયો
તારીખ બે માર્ચ અને રવિવારના રોજ શ્યામનગર બસ સ્ટેશન પાછળ આવેલ કોમ્પલેક્ષમાં વાળીનાથ એગ્રો સીડ્સનું ઉદઘાટન માણેકનાથ મંદિરના મહંતશ્રી શામળગીરીજી મહારાજ અને જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ. શ્યામનગરના યુવાન દીકરાઓ વિનોદભાઈ પટેલ, ટીકેન્દ્રભાઈ પટેલ કેયુરભાઈ પટેલ અને રોહિતભાઈ પટેલના સાહસને બિરદાવવામાં આવેલ. રમણભાઈ જોશીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપ પ્રગટાવીને આશીર્વાદ આપ્યા હતા
. મહંતશ્રી શામળગીરીજી મહારાજ અને આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે નીતિમત્તા સાથે દવા ખાતર અને બિયારણ ખેડૂતોને પૂરું પાડો તથા ખેડૂતો સાથે સૌજન્યતા પૂર્વક વ્યવહાર કરીને વાળીનાથ એગ્રો સીડ્સનું નામ ઊંચું થાય અને તેમાંથી આર્થિક રીતે પગભર થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. ગ્રામજનો અને આમંત્રિત મહિમાનો ઉપરાંત દેલવાડાથી શ્રી વલ્લભભાઈ પટેલ અને શાશ્વત હોસ્પિટલ ખેડબ્રહ્મા ના ડોક્ટર યશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 