સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ ના આદેશ વિતરણ કરાયું
સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વડાલી, ખેડબ્રહ્મા,વિજયનગર અને પોશીના તાલુકા ના 76 શિક્ષકોના 9,20,31,ના ઉ.પ.ધો. ના એલ.એફ. થઈ ને આવેલ આદેશ નું માં.શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય સર જિલ્લા પ્રા.શી.શ્રી સાબરકાંઠા દ્વારા બી.આર.સી.ભવન ખેડબ્રહ્મા મુકામે પારદર્શી રીતે કેમ્પ નું આયોજન કરી લાભાર્થી શિક્ષકોને આદેશનું વિતરણ કરાયું. મા.હીમાંશુભાઈ નિનામા ચેરમેનશ્રી,જિલ્લા શિક્ષણ સમિતિ ના અદયક્ષ સ્થાને કેમ્પ યોજાયો.જેમાં શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ. અધ્યક્ષ જિલ્લા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ તથા શ્રી વિનયભાઈ પટેલ પ્રમુખ જિલ્લા પ્રા.શિક્ષક સંઘ. તથા સુરેશભાઈ પટેલ મહામંત્રી. તથા તા.પ્રા.શી.શ્રીઓ તથા તાલુકા શૈ. મહાસંઘ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમ નું સુંદર આયોજન શ્રી પીયૂષભાઈ જોશી બી.આર.સી.ખેડબ્રહ્મા તથા તેમની ટિમ દ્વારા કરવામાં આવ્યું.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891