બનાસકાંઠા જિલ્લાના ડીસાથી પ્રસિદ્ધ થતા બી.કે .ન્યુઝ દૈનિક દ્વારા સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં બે દિવસ માટે યોજાયેલ એજ્યુકેશન એક્સ્પો 2024 ને હિંમતનગરના ધારાસભ્યશ્રી વી. ડી .ઝાલા સાહેબ અને સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જેમાં ધોરણ 10 અને 12 ઉપરાંત ડિપ્લોમાના વિધાર્થીઓને ખ્યાતનામ સંસ્થાઓ દ્વારા કેરિયર અંગે વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

જેમા વિવિધ યુનિવર્સિટી સહિતની સંસ્થાઓ સ્પોન્સર તરીકે હાજર રહી હતી.
આ પ્રસંગે હિંમતનગર માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન રાજુભાઈ પંચાલ, કોચિંગ સેન્ટર એસોસિએશન હિંમતનગરના પ્રમુખ અને એમ. જે .કોમ્પ્યુટરના મુકેશભાઈ જાની, ભગવાનદાસભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 146156
Views Today : 