સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના. મોકમપૂરા ગામ માં “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું
જૂનાચામું ગામ ના વતની અને ઇડર લોનવાલા બીઝનેશ નામ થી જાણીતા વિપુલભાઈ એ ૧૦ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે જેના ભાગ રૂપે
વડાલી ઇડર તાલુકાની અલગ અલગ શાળાઓ માં વૃક્ષા રોપણ કરી રહ્યા છે, ત્યારે રવિવારે વડાલી તાલુકા ના મોકમપૂરા ગામે શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ .સૌરભભાઈ બારોટ તથા મહિલા મંડળ અને ગ્રામજનો સાથે રહીને વૃક્ષારોપણ કર્યું હતું ત્યારે.., ૧૦ હજાર વૃક્ષો વાવવાનુ મિશન તરફ આગળ વધતા વિપુલ ભાઈ લોનવાલા નું કાર્ય ખરેખર પંથક ના તમામ લોકો આવકારી રહ્યા છે.. ત્યારે ગામના નિવૃત શિક્ષક ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ પોતાના ગામમાં વૃક્ષો વાવી અને તેમનું જતન કરવાની અને પર્યાવરણની જાળવણી કરવાની ખાતરી આપી હતી. હમણાં જ થોડાક સમય પહેલા નિવૃત થયેલ આચાર્ય ગિરીશ ભાઈ બ્રહ્મભટ્ટ તેમની પાછળ ની જિંદગી સંપૂર્ણ પણે સમાજ સેવા અને લોકસેવા માટે અર્પણ કરી હોય એમ જ્યાં પણ મોકો મળે ત્યાં તેઓ સેવકાર્યો માં તત્પર રહેતા હોય છે ત્યારે આજે તેમના માદરે વતન માં લોનવાલા પરિવાર ને સંપૂર્ણ સહિયોગ કરી ગામના મંદિર આસપાસ વૃક્ષારોપણ કરાયું હતું.ત્યારે જાણે કે લોન વાળા પરિવાર દ્વારા વડાપ્રધાન નો મંત્ર એક પેડ મા કે નામ આ સૂત્ર હકીકતમાં લોન વાળા પરિવાર જાણે કે આ ગુજરાતની પાવન ધન્યધરા ઉપર સાકાર થતું દેખાઈ રહ્યું છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 163252
Views Today : 