>
Saturday, June 14, 2025

તાપી જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતો જોગ

તાપી જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતો જોગ

 

આગામી તા.૨૦મી ડિસેમ્બર સુધી બાગયાત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મૂકાયુ.

 

સંજય ગાંધી તાપી તા.૨૦ તાપી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા ની વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ આપવા ઓનલાઇન અરજી કરવા માટે તારીખ તા.૨૧/૧૧/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ છે.

 

જેમાં સરકારની નવી મંજૂર થયેલ સહાયલક્ષી યોજના ૧) ક્રોપ કવર (શાકભાજી પાકો માટે) (૨) ક્રોપ કવર/ બેગ (કેળ/ પપૈયા પાક માટે ૩) દાડમ ક્રોપ કવર/ ખારેક બંચ કવર ૪) ફ્રૂટ કવર (આંબા, દાડમ,જામફળ, સીતાફળ, કમલમ (ડ્રૈગનફ્રૂટ) તેમજ બાગાયતી પાકોના નિકાસ માટેની યોજનાઓમાં ૧)દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી,ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ (૨) હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય તથા (૩) નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય ઘટકમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 

તાપી જિલ્લામાં આ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ I-KHEDUT PORTAL (web site: www.ikhedut.gujarat.gov.in) માં જણાવેલ સમય દરમિયાન પોતાના ગામના ઇ- ગ્રામ સેંટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટનાં માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.અરજી કર્યા બાદ ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સંબંધિત સાધનિક કાગળો (૮- અ, ૭ -૧૨ ની નકલ, આધારકાર્ડ, બઁક પાસબૂકની નકલ, જાતિનો દાખલો) સહિત ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર, પાનવાડી, તાપી ખાતે જમા કરાવવાની રશેશે. વધુ માહિતી માટે ૦૨૬૨૬- ૨૨૧૪૨૩ અથવા ઈ-મેઇલ આઈડી ddhtapi@gmail.com પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, તાપીની અખબારી યાદીમા જણાવ્યું છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores