*ડાયાબિટીસ મુક્ત યોગ શિબિર નો લાભ લઇ લોકો સ્વસ્થ બની રહ્યા છે*
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આયોજિત “ડાયાબિટીસ મુક્ત ગુજરાત “અભિયાન અંતર્ગત તારીખ 14 થી 28 નવેમ્બર સુધી ચાલી રહેલા સિનિયર સિટીઝન ક્લબ વ્યારામાં યોગ શિબિરનો લાભ વ્યારા ના નગરજનો લઇ રહ્યા છે અને સ્વસ્થ બની રહ્યા છે. એક જ સપ્તાહમાં લોકોને રિઝલ્ટ મળી રહ્યું છે, જેથી લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે. જિલ્લા કોર્ડીનેટર શ્રી જ્યોતિબેન મહાલે દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન થઈ રહ્યું છે. આસન, પ્રાણાયામ ,બંધ , ધ્યાન ,યોગ નિંદ્રાસન ,રોજ કરાવવામાં આવી રહ્યુ છે જેથી લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બને.આહાર વિશે માહિતી તેમજ ઉકાળો અને જ્યુસ આપવામાં આવી રહ્યું છે.
વ્યારા તાલુકાના કોચ શ્રી ઉમેશભાઈ તામસે, સોશિયલ મીડિયા કન્વીનર કોકીલાબેન વાળા તેમજ યોગ ટ્રેનરો દ્વારા આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે થઈ રહ્યું છે. વ્યારા તાલુકાના યોગ ટ્રેનરોના સાથ સહકારથી કાર્યક્રમ સફળતા પૂર્વક વધી રહ્યો છે.
રિપોર્ટ – સંજય ગાંધી