>
Sunday, July 20, 2025

આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ દેશના ઘણા સમુદાયો લોકશાહીનાં ફળ ચાખી શક્યાં નથી.

સમાજની ખામીઓ બહાર લાવનારા પત્રકારોની જરૂર : જસ્ટિસ ચંદ્રચૂડ

 

આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ દેશના ઘણા સમુદાયો લોકશાહીનાં ફળ ચાખી શક્યાં નથી.

 

અહેવાલ સંજય ગાંધી – સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ બુધવારે જણાવ્યું હતું કે પત્રકારત્વનો મૂળ ઉદ્દેશ ઇન્ફોર્મેશન યુઝ અને ઓપીનીયન્સ એકત્રિત કરવાનો છે. તેના બળ ઉપર સામાન્ય નાગરિક યોગ્ય નિર્ણય લઈ શકે છે, કે વધારે સારો વિકલ્પ પસંદ કરી શકે છે. હાલના ફેક ન્યુઝ અને ખોટી માહિતીના સમયમાં આપણને આવા પત્રકારોની અગાઉ કરતા પણ વધારે જરૂર છે કે જેઓ છુપાવવામાં આવતી માહિતી માટે લખે અને સમાજમાં ઉપલબ્ધ નબળાઈઓને સામે લાવે. જસ્ટિસ ચંદ્રચૂડે જિંદાલ યુનિ.ના દીક્ષાંત અને સ્થાપના દિવસ સમારોહમાં પત્રકાર બનવા જઈ રહેલા યુવાનોને ઉદ્દેશીને જણાવ્યું હતું કે તેઓ વિધાર્થીઓ અને લોકોના અવાજ બની શકે છે.તેઓ વિશ્ર્વ ને વધારે સારું બનાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ દેશના ઘણા સમુદાયો લોકશાહીના ફળ ચાખી શક્યા નથી. આપણને સામાજિક અને આર્થિક હેસિયત અને પદના કારણે આ ફળ વારસામાં મળી ગયા છે. પણ દેશના ઘણા લોકો સામાજિક અને આર્થિક અસમાનતા ના કારણે વંચિત છે. જસ્ટિસ ચંદ્ર ચુડે જણાવ્યું હતું કે કાયદો ઓપચારિક સમાનતા અપાવે છે પણ આપણે જે દુનિયામાં જીવી રહ્યા છીએ તેમાં અસમાનતા ભરેલી છે. કફના દરવાજા એવા લોકો માટે જ ખુલે છે જેમની પાસે બધું જ છે અને તેમના માટે બંધ રહે છે જેમની પાસે કશું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાજિક ન્યાયની સફળ બનાવવા માટે બદલાવ લાવીને તમામ લોકોને એક સમાન તક અપાવવી પડશે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores