સંજય ગાંધી તાપી તા.૦૪ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ ૩.૦ નુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત તાપી જિલ્લામાં શાળા કક્ષાની સ્પર્ધા ચાલી રહેલ છે.
જેમાં આજરોજ તાલુકા શાળા, વ્યારા ખાતે તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ દ્વારા સ્પર્ધા સ્થળની રૂબરૂ મુલાકાત કરી સ્પર્ધાના આયોજન અંગેની ચકાસણી કરવામાં આવી આવી હતી.
આ પ્રસંગે કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ રમતવીરોને પ્રેરણા પુરી પાડી ઉત્સાહમાં વધારો કર્યો હતો.






Total Users : 146156
Views Today : 