>
Sunday, July 20, 2025

ઉના તાલુકામાં મંજુર થયેલ સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ નું બાંધકામ શરુ કરવા કરાઈ રજુઆત 

ઉના તાલુકામાં મંજુર થયેલ સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ નું બાંધકામ શરુ કરવા કરાઈ રજુઆત

 

કોળી સમાજ ના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા કામ શરૂ કરવા માંગ

 

ઉના તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ઉના ની સિવિલ હોસ્પિટલ સબ ડીસ્ટ્રીક તરીકે હોય અને આ હોસ્પિટલ અતિ જર્જરિત હાલતમાં હોવાથી અન્ય સ્થળે નવી બનાવવા માટેની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવેલ હોય છતાં પણ આ હોસ્પિટલ માટે કોઈ પણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી નથી આ બાબતે ઉનાના સામાજિક આગેવાન રસિક ચાવડાએ ઉરચ કક્ષાએ લેખિત રજુઆત કરી છે

 

જેમાં જણાવ્યું છે કે ઉના તાલુકો એ છેવાડાનો સૌથી મોટો 148 ગામડાઓ ધરાવતો તાલુકો છે.ત્યારે સરકાર દ્વારા અહીં સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ જાહેર કરવામાં આવી હતી. સી.એચ.સી. ૧૦૦ પથારીની સુવિધા ધરાવતી પેટા જીલ્લા હોસ્પીટલ માં અપગ્રેડ કરવા હોસ્પટલ ના હયાત મકાનનું ફનિયર્સ- ફીકચર્સ સહત વિસ્તરણ કરવા અત્યાર સુધીમાં કુલ ૧૨૦૦.૦૦ લાખ ની ગ્રાંટ આરોગ્ય વિભાગ દ્વારા પી.આઈ.યુ.ને હવાલે કરવામાં આવી છે.

 

તેમજ ઉના ગામ ના સર્વે નં.૪રર ની હે.૩૩-૭૯-૧૪ ચો.મીટર જમીન માંથી હે.૫-૦૦-૦૦ ચો.મી. જમીન પેટા જિલ્લા હોસ્પીટલ તેમજ અન્ય ફેસેલીટી (૧૦૦ બેડ) બનાવવા માટે કલેટર ગીર સોમનાથ દ્વારા જમીન સંપાદન કરવામાં આવેલ છે. આ સંપાદન ને પણ ધણો સમય થઈ ગયો છે.

 

સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ બાબતે ગ્રાંટ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે અને જમીન સંપાદન પણ કરી આપવામાં આવેલ છે. તો સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે નવીન સબ ડીસ્ટ્રીક હોસ્પીટલનું બાંધકામ શરુ કરવામાં આવે.

 

આ છેવાડાના વિસ્તારના લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે વહેલી તકે બાંધકામ શરુ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક આગેવાન રસિક ચાવડાએ અંતમાં માંગ કરી હતી

 

રિપોર્ટર: ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores